ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત અપમૃત્યુના 6 બનાવ: મોરબી, માળીયા અને ટંકારા તાલુકામા પાણીમાં ડૂબી જવાથી 2, ગળાફાંસો ખાવાથી 2 અને બીમારીથી 2 વ્યક્તિના મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરી મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં MCX ના તોળ કાંડની તપાસ માટે સીએમને રજૂઆત


SHARE







મોરબીમાં MCX ના તોળ કાંડની તપાસ માટે સીએમને રજૂઆત

મોરબીમાં MCX નો સટ્ટાના નામે તોળની લોકોમાં ચર્ચા થયા છે ત્યારે આ મુદે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ સીએમને લેખિત રજૂઆત કરી છે અને MCXનો સટ્ટો ચાલતો હોય તેને બંધ કરાવવામાં આવે અને જે કોઈ ખાતા વાળાએ તોળ કર્યો હોવાની લોકોમાં ચર્ચા થયા છે તો તેની તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવવાનું કે મોરબી શહેરના લોકોમાં થતી ચર્ચા મુજબ MCXનો સટ્ટો ચાલે છે અને ખાતા દ્વારા MCX ના સટ્ટાના નામે રાજકોટમાં તોળ કરવામાં આવતો હતો તેવી વાતો સામે આવેલ છે તેમ મોરબીમાં પણ તોળ થયાની વાતો થાય છે. જેની તપાસ કરવામાં આવે અને કસુરવારોને યોગ્ય સજા કરવામાં આવે તેવી તેઓએ માંગ કરેલ છે મોરબી ઓધોગિક અને વેપારીઓની નગરી છે. ત્યારે અહીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી આ વાતથી અજાણ હોય તે શક્ય નથી માટે આ બાબતે તાત્કાલિક તપાસનો આદેશ કરવામાં આવે અને નિષ્ઠાવાન ઓફિસરને તપાસ સોપીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે 






Latest News