ટંકારાના હડમતીયામાં પાલણપીરની જગ્યાની કેબિનેટ મંત્રી મોદીએ લીધી મુલાકાત
મોરબીના નવાડેલા રોડ પાસેનો રોડ તાત્કાલિક રીપેર કરવાની માંગ
SHARE
મોરબીના નવાડેલા રોડ પાસેનો રોડ તાત્કાલિક રીપેર કરવાની માંગ
મોરબીમાં સતત ટ્રાફિકથી ધમધમતા રસ્તાને રીપેર કરવા પાલિકા તંત્રને સામાજિક કાર્યકર દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે આ રોડ રીપેર કરવાં આવે તો વાહન ચાલકો અને રાહદારીઓની સમસ્યા દૂર થાય તેમ છે
મોરબી શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા ગાંધીચોક ચોકીથી નવાડેલા રોડ અને તખ્તસિંહજી મેઈન રોડ બિસ્માર હાલતમાં છે જેથી કરીને તે રસ્તો રીપેર કરવાની માંગ કરવામાં આવી છે અને પાલિકા તંત્રને સામાજિક કાર્યકર જીતુભાઈ ઠક્કરે લેખિતમાં રજુઆત કરી છે અને તેમાં જણાવ્યું છે કે નવાડેલા રોડ અને તખ્તસિંહજી રોડ બિસ્માર થઇ ગયેલ છે અને રોડ પર ગાબડા પડી ગયા છે તેનું રીપેરીંગ કામ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરી છે.
ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા આયોજીત “હું ભારતમાતાને ચાહું છું”(I LOVE BHARATMATA) કાર્યક્રમ
રાષ્ટ્ર પ્રેમ સાથે સેવાને વરેલી ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા તા.-૧૪/૦૨/૨૦૨૨ના રોજ સમગ્ર વિશ્વ આ દિવસને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે ત્યારે આપણે પણ ભારતમાતા પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરી આ દિવસની સાચા અર્થમાં ઉજવણી કરવાનું આયોજન કરાયેલ છે જે અન્વયે “હું ભારતમાતાને ચાહું છું”(I LOVE BHARATMATA) કાર્યક્રમમાં આપણે સહુ અને સમગ્ર મોરબી ના દેશ પ્રેમીના નાગરિકો સહુકોઈ આવીને ભારતમાતા પ્રત્યેના પ્રેમને વાચા આપી ભારતમાતાનું પૂજન કરી પુષ્પ અર્પણ કરીશું આ કાર્યક્રમ શહેરના શનાળા રોડ પર સરદારબાગ સામેના ગ્રાઉન્ડમાં સવારે ૧૦:૦૦ થી બપોરના ૧૨:૦૦ સુધી રાખેલ છે કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થીતી રાષ્ટ્રીય સ્વયમસેવક સંઘના પશ્ચીમ શ્રેત્રના સંઘ ચાલક ડો.જયંતીભાઈ ભાડેસીઆ સાહેબની રહેશે અને તેઓશ્રીના વરદ હસ્તે કાર્યક્રમનો શુભારંભ થશે તેમજ જુદા-જુદા ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થીત રહેશે તેવું કલબના પ્રમુખશ્રી ભાવેશભાઈ દોશીની યાદીમાં જણાવવામાં આવેલ
નિ:શુલ્ક હિયરીંગ મશીન અપાશે
મોરબી રોટરી ક્લબ અને હળવદ રોટરી ક્લબ દ્વારા શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના સૌજન્યથી નિશુલ્ક હિયરીંગ મશીન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના કાનની બહેરાશવાળા દર્દીઓ માટે નિશુલ્ક હિયરીંગ મશીન વિતરણ કેમ્પ યોજાશે જેમાં તા. ૧૮/૨ સુધીના નામ નોંધાવવા ફરજીયાત છે અને નામ નોંધાવવા માટે સિદ્ધાર્થ જોષીના મો. ૯૨૨૮૮ ૯૭૩૭૨, હરીશભાઈ શેઠ મો. ૯૩૭૬૧ ૬૧૪૦૬, અશોકભાઈ મહેતા મો. ૯૯૭૮૪ ૪૨૮૫૧ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
કેન્સર નિદાન કેમ્પ
અજરામર એક્ટિવ એસોર્ટ AAA સીનીયર સીટીઝન ગૃપ અને શ્રી વીસશ્રીમાળા વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરીના સંયુક્ત ઉપક્રમે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુંબઇના નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઇ સંઘવી કેન્સરના દર્દીઓને વિના મુલ્યે તપાસીને યોગ્સ માર્ગદર્શન આપશે. આ કેમ્પ તા. ૧૯/૨ શનિવારે સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી અને તા. ૨૦-૨ રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી યોજાશે. આ નિદાન કેમ્પનો લાભ લેવા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેડીકલ ઓફીસર ડો. હિરેન ચૌહાણ પાસે અગાઉથી નોંધાવવાનું રહેશે.