ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત અપમૃત્યુના 6 બનાવ: મોરબી, માળીયા અને ટંકારા તાલુકામા પાણીમાં ડૂબી જવાથી 2, ગળાફાંસો ખાવાથી 2 અને બીમારીથી 2 વ્યક્તિના મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરી મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ૨૮ બોટલ દારૂ સાથે બે પકડાયા, માલ આપનારની શોધખોળ


SHARE







મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ૨૮ બોટલ દારૂ સાથે બે પકડાયા, માલ આપનારની શોધખોળ

 

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ખારાપટ જતા રસ્તા ઉપરથી થેલા લઈને પસાર થતા બે શખ્સોએ રોકીને પોલીસે તેના થેલાને ચેક કર્યા હતા ત્યારે તે થેલામાંથી કુલ મળીને ૨૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૩,૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં બે શખ્સની ધરપકડ કરેલ છે અને આ શખ્સો જેની પાસેથી દારૂનો જથ્થો લઈને નીકળ્યા હતા તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે હાલમાં પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી ત્રાજપર ચોકડી પાસેથી ખારાપટ તરફ જવાના રસ્તા ઉપરથી બે શખ્શો થેલા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને રોકીને પોલીસે તેના થેલાને ચેક કર્યા હતા ત્યારે તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૩.૮૦૦  રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે જયદીપ દિનેશભાઈ ડાભી (ઉંમર ૨૪) રહે. હાલ ભડીયાદ રામદેવપીર મંદિર પાસે મૂળ રહે. વાટાવદર મયુરનગર તાલુકો હળવદ તેમજ ગોપાલભાઈ વિનોદભાઇ પરમાર (ઉંમર ૨૦) રહે સનાળા રોડ શુભ હોટલ પાછળ અંકુર સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સો મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ વિઠ્ઠલનગરમાં રહેતા મૂળ સજનપરના રહેવાસી અનિલભાઈ ઉર્ફે જય જાદવ નામના શખ્સનાં ઘરેથી દારૂનો જથ્થો ભરીને નીકળ્યા હોવાની માહિતી સામે આવી હોય તેની સામે પણ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.






Latest News