મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદની સીમમાં આવેલ વાડીમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ૧.૪૮ લાખની રોકડ સાથે પકડાયા


SHARE







હળવદની સીમમાં આવેલ વાડીમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ૧.૪૮ લાખની રોકડ સાથે પકડાયા

હળવદ ગામની સીમમાં આવેલ વાડીમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની માહિતી મોરબી જિલ્લા એલ.સી.બી.ની ટીમને મળી હતી જેના આધારે રેડ કરીને પોલીસે ચાર આરોપીઓને ઘોડીપાસા રમતા ઝડપી લીધા છે અને તેની પાસેથી રોકડા ૧,૪૮,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે

મોરબી એલ.સી.બી.ના નિરવભાઇ મકવાણા તથા દશરથસિંહ પરમારને મળેલ હકીકત આધારે હળવદ ગામની સીમમાં ટીકર રોડ ઉપર આવેલ મકારી હનુમાનજીના મંદિર પાછળ આવેલ સીમમાં રેડ કરવામાં આવી હતી ત્યારે વાડીમાં પતરાના ઢાળીયા નીચે આરોપી સત્તારભાઇ એહમદભાઇ ઘાચી હળવદ વાળો બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર રમાડતો હતો જેથી પોલીસે સત્તારભાઇ એહમદભાઇ લોલાડીયા જાતે ઘાચી રહે. હળવદ, નવીપોસ્ટ ઓફીસ પાછળ, ઉમીયા એપાર્ટમેન્ટની બાજુમાંસામતભાઇ રામજીભાઇ ઝાપડા જાતે ભરવાડ રહે. હળવદ અન્નક્ષેત્રપાછળ, કરાચી કોલોની, હસમુખભાઇ પ્રભુભાઇ ગણેશીયા જાતે કોળી રહે. હળવદ કરાચીકોલોની, રામાપીરના મંદિરની બાજુમાં અને મહેશભાઇ લાલજીભાઇ પઢેરીયા જાતે રબારી રહે. ધ્રાંગધ્રા, મયુરનગર, હળવદ રોડ વાળાને રોકડ ૧,૪૮,૦૦૦ તથા ઘોડીપાસા કબ્જે કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે






Latest News