મોરબીમાં રેલવે સ્ટેશનના ગેઇટ પાસેથી ગેરકાયદે રિવોલ્વર સાથે એક પકડાયો
વાંકાનેરમાં દરબારગઢ પાસે બાઇક મૂકીને હનુમાનજીના દર્શન કરવા ગયેલા યુવાનને માર માર્યો
SHARE
વાંકાનેરમાં દરબારગઢ પાસે બાઇક મૂકીને હનુમાનજીના દર્શન કરવા ગયેલા યુવાનને માર માર્યો
વાંકાનેર શહેરમાં દરગાહ દરબારગઢ વાળી શેરીમાં હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે બાઇક લઇને ગયેલા યુવાને પોતાની બાઈક ત્યાં પાર્ક કર્યું હતું જેને લઈ લેવા માટે એક શખ્સે તેને કહ્યું હતું ત્યારે યુવાનને દર્શન કરીને તરત જ નીકળી જાઉં છે તેવું કહેતા તે આરોપીને સારું લાગ્યું હતું માટે તેને ગાળો આપીને માથામાં લાકડી ફટકારી હતી જેથી યુવાનને માથામાં સાત ટાંકા આવ્યા હતા અને યુવાનોને સારવાર લીધા બાદ હાલમાં એક શખ્સની એસએમે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં દરબાર ગઢ અપ્સરા શેરીમાં રહેતા ઘનશ્યામભાઈ કનૈયાલાલ દંગી જાતે કંસારા (ઉંમર ૪૫) ત્યાં હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા ત્યારે તેઓએ હનુમાનજી મંદિર પાસે પોતાનું બાઇક શેરીમાં પાર્ક કર્યું હતું જે બાઇકને લઈ લેવા માટે થઈને ત્યાં દરબારગઢ પાસે રહેતા અનિરુદ્ધસિંહ ઉર્ફે લોલો ગંભીરસિંહ ઝાલાએ કહ્યું હતું અને ત્યારે ઘનશ્યામભાઈએ દર્શન કરીને આવે એટલે તરત જ નીકળી જશે તેવું કહેતા અનિરુદ્ધસિંહ ઝાલાને સારું નહીં લાગતા તેણે ઘનશ્યામભાઈને ગાળો આપી હતી અને ત્યારબાદ તેના હાથમાં રહેલી લાકડી ઘનશ્યામભાઈને માથામાં કપાળ ઉપર ફટકારી હતી જેથી ઘનશ્યામભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ટાંકા આવ્યા હતા માટે ઘનશ્યામભાઈએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અનિરુદ્ધસિંહ ઝાલાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે