વાંકાનેરમાં દરબારગઢ પાસે બાઇક મૂકીને હનુમાનજીના દર્શન કરવા ગયેલા યુવાનને માર માર્યો
વાંકાનેરના માટેલ રોડે બાઇક ચાલકે ઓવરટેક કરતાં ઉશકેરાયેલા રિક્ષા ચાલકે યુવાનને માથામાં પાઇપ ફટકાર્યો
SHARE
વાંકાનેરના માટેલ રોડે બાઇક ચાલકે ઓવરટેક કરતાં ઉશકેરાયેલા રિક્ષા ચાલકે યુવાનને માથામાં પાઇપ ફટકાર્યો
વાંકાનેર તાલુકાની હદમાં આવતાં માટેલ રોડ ઉપર અમરધામ મંદિર પાસેથી રિક્ષાનો બાઈકચાલકે ઓવરટેક કર્યો હતો અને જેથી રિક્ષાચાલકને પોતાની રિક્ષામાં બ્રેક મારવી પડી હતી તે રિક્ષા ચાલકને સારું નહીં લાગતા તેણે બાઇક ચાલકની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને પોતાની પાસે રહેલ પાઇપ યુવાનને માથામાં પાછળના ભાગે ફટકાર્યો હતો જેથી કરીને યુવાનને ૧૦ થી ૧૨ જેટલા ટાંકા આવ્યા હતા અને યુવાનને સારવાર લીધા બાદ હાલમાં રિક્ષાચાલકની સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાની હદમાં આવતા નવાઢુવા ગામે રહેતા ગોપાલભાઈ જીવાભાઈ ડાભી જાતે કોળી (ઉંમર ૨૧) પોતાનું બાઇક લઇને માટેલ રોડ પર આવેલ અમરધામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૫૨૪૪ ના ચાલત વિજયભાઈ દિનેશભાઈ વીંજવાડીયા રહે માટેલ વાળાની રિક્ષાનો તેને ઓવરટેક કર્યો હતો અને ત્યારબાદ તેને પોતાનું મોટરસાયકલ વાળી લીધું હતુ જેથી રિક્ષાચાલકને પોતાની રિક્ષામાં બ્રેક લગાવી પડી હતી જે તેને સારું નહીં લાગતા તેણે બાઇકચાલક ગોપાલભાઈ ડાભીની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને પાઇપ વડે તેના ડાબા હાથે અને પગમાં તેમજ માથામાં પાછળના ભાગે પાઇપનો ઘા ફટકાર્યો હતો જેથી ગોપાલભાઈને માથામાં દસથી બાર જેટલા ટાંકા આવ્યા હતા અને તેને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક વિજયભાઈ દિનેશભાઈ વીંજવાડીયા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઈને ચક્રોગતિમાન કર્યા છે