હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત અપમૃત્યુના 6 બનાવ: મોરબી, માળીયા અને ટંકારા તાલુકામા પાણીમાં ડૂબી જવાથી 2, ગળાફાંસો ખાવાથી 2 અને બીમારીથી 2 વ્યક્તિના મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરી મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે આંચકીની બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીના ખાનપર ગામે આંચકીની બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાના ખાનપર ગામે યુવાને પોતાના પડતર ઘરની અંદર ગળાફાંસો ખાઇને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના કન્યા છાત્રાલય પાછળ પુનિત નગર દર્શન બંગ્લોઝમાં રહેતા મૂળ ખાનપરના રહેવાસી પાર્થભાઈ વસંતભાઈ અમૃતિયા જાતે પટેલ (૨૩)એ ખાનપર ગામે પોતાના પડતર ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેની બોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની યોગેશ ભીમજીભાઇ અમૃતિયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી માટે પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ એએ.બી.વ્યાસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર પાર્થને વર્ષ ૨૦૧૩ થી આંચકીની બીમારી હતી અને જુદા જુદા ડોક્ટર પાસેથી તેની સારવાર કરાવી હતી તેમ છતાં પણ તેને કોઈ ફરક પડતો ન હતો અને આ બીમારીથી કંટાળીને તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હોય તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે.






Latest News