મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારા બે શખ્સની ધરપકડ
ટંકારાના વીરપર, હડમતીયા અને નસિતપર ગામના સરપંચ-ઉપસરપંચોએ ચાર્જ સાંભળ્યો
SHARE









ટંકારાના વીરપર, હડમતીયા અને નસિતપર ગામના સરપંચ-ઉપસરપંચોએ ચાર્જ સાંભળ્યો
ટંકારા તાલુકામાં આવતી જુદીજુદી ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા તેનો ચાર્જ સાંભળી લેવામાં આવેલ છે જેમાં વીરપર, હડમતીયા અને નસિતપર ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા ગ્રામપંચાયતમાં ચાર્જ સાંભળી લેવામાં આવેલ છે અને નવા સરપંચો સહિતની બોડીએ ગામના વિકાસ કામોને વેગ આપવાનો કોલ આપેલ છે
ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ મહેશભાઈ લિખિયાએ સાંભળ્યો છે અને ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે મંજુલાબેન અજરામભાઈ મુંદડિયા ચાર્જ સાંભળ્યો છે તેવી જ રીતે હડમતીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સોનલબેન પંકજભાઈ રાણસરીયા એ ચાર્જ સંભાળ્યો છે અને ઉપસરપંચ તરીકે ચંદ્રિકાબેન ખાખરીયાએ ચાર્જ સાંભળી લીધેલ છે અને નસિતપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રમેશભાઇ ડી.કુંડારીયા અને ઉપસરપંચ તરીકે જુલીબેન મેહુલભાઈએ ચાર્જ સાંભળ્યો છે
