ટંકારાના વીરપર, હડમતીયા અને નસિતપર ગામના સરપંચ-ઉપસરપંચોએ ચાર્જ સાંભળ્યો
માળીયા(મી)ની કોર્ટમાં ૨૦ વર્ષથી મુદતે હાજર ન રહેતો આરોપી ઝડપાયો !
SHARE









માળીયા(મી)ની કોર્ટમાં ૨૦ વર્ષથી મુદતે હાજર ન રહેતો આરોપી ઝડપાયો !
માળીયા નામદાર કોર્ટમાં છેલ્લા ૨૦ વર્ષથી કોર્ટ મુદતે હાજર ન રહેનાર આરોપીને માળીયા પોલીસે શહેરના વાગડીયા ઝાંપા પાસેથી નશો કરેલી હાલતમાં ઝડપી લીધેલ છે અને આ આરોપી પાસેથી છરી પણ મળી આવી છે જેથી તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે
માળીયા (મી) પોલીસની ટીમ પેટ્રોલીંગ હતી ત્યારે માળીયાના વાગડીયા ઝાપા પાસેથી છેલ્લા ૨૦ વર્ષથી ગુનાના કામે કોર્ટમાં હાજર ન રહેલા આરોપી ઇકબાલભાઇ ઇસાભાઇ મોવર જાતે મિંયાણા (ઉ.૪૨) રહે. મીઠાના ગંજ હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તે નશો કરેલ હતો તેમજ તેની પાસેથી છરી પણ મળી આવેલ છે જેથી પોલીસે તેનો પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
