માળીયા(મી)ની કોર્ટમાં ૨૦ વર્ષથી મુદતે હાજર ન રહેતો આરોપી ઝડપાયો !
મોરબીમાં ધારાસભ્યની પત્નીને ચુંટણીમાં હરાવનારા સરપંચ સસ્પેન્ડ
SHARE









મોરબીમાં ધારાસભ્યની પત્નીને ચુંટણીમાં હરાવનારા સરપંચ સસ્પેન્ડ
મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયત ચુંટણીમાં ભાજપના ચાલુ ધારાસભ્યના પત્ની ચૂંટણી લડ્યા હતા અને તે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારની સામે હાર્યા હતા અને સરપંચની ચૂંટણીમાં જે વિજેતા બનેલ છે તેના દ્વારા ઉમેદવારી પત્રમાં સંતાનની જન્મ તારીખની માહિતી ખોટી આપી હતી જે અંગેની હરીફ ઉમેદવારે ફરિયાદ કરી હતી જેના આધારે પુરાવાઓને ધ્યાને લઈને મોરબીના ટીડીઓએ હાલમાં ત્રાજપરના સરપંચને સસ્પેન્ડ કર્યા છે
મોરબીમાં ત્રાજપર ગામની સરપંચની ચુંટણીમાં કોંગ્રેસ પ્રેરિત સરપંચ જયંતિભાઈ માધુભાઈ વરાણીયા વિજેતા બન્યા હતા જો કેટ તેને ચાર સંતાન છે અને તેને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું તેમાં સૌથી નાના દીકરાની જન્મ તારીખમાં ગોલમાલ કરી હતી જે અંગેની ૮ ડિસેમ્બરના રોજ હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સબરીયાના પત્ની જશુબેન પરસોતમભાઈ સબરીયા દ્વારા ચૂંટણી વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી અને કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, ૧૯ ડિસેમ્બરના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ફરિયાદી જશુબેન પરસોતમભાઈ સબરીયા અને જયંતિભાઈ માધુભાઈ વરાણીયા સામસામે ચૂંટણી લડ્યા હતા
જયંતિભાઈ માધુભાઈ વરાણીયાએ જે ફોર્મ ભર્યું હતું તેમાં ચાર સંતાનનો ઉલ્લેખ કર્યો છે પણ નાના સંતાનનો જન્મ 2004માં થયો હોવાનું દર્શાવ્યું હતું. જોકે પંચાયત અધિનયમ 2005ના અધિનયમ મુજબ બે કરતા વધુ બાળક હોય એ ઉમેદવાર ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. આથી જયંતિભાઈ માધુભાઈ વરાણીયાએ ચૂંટણી લડવા માટે પોતાના નાના સંતાનની જન્મ તારીખ છુપાવી હતી જેથી ટીડીઓ દ્વારા સરપંચને નોટિસ આપવામાં આવી હતી અને જન્મ નોંધણીના રજીસ્ટર સાથે તલાટી મંત્રીને પણ બોલાવીને તપાસ કરવામાં આવી હતી. જેમાં જન્મ રજીસ્ટર ચેક કરતા સરપંચના ચોથા દીકરાનો જન્મ ૨૦૦૫ પછી થયાનું સામે આવ્યું હતું. જેથી ગુજરાત પંચાયત અધિનયમ મુજબ ત્રાજપર ગામના સરપંચને ગેરલાયક ઠરતા ટીડીઓએ જયંતીભાઈ માધુભાઈ વરાણીયાને ઉમેદવારી ફોર્મમાં ખોટી માહિતી આપી હોવાથી હરીફ ઉમેદવારની રજુઆતને ધ્યાને લઈને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે
