હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત અપમૃત્યુના 6 બનાવ: મોરબી, માળીયા અને ટંકારા તાલુકામા પાણીમાં ડૂબી જવાથી 2, ગળાફાંસો ખાવાથી 2 અને બીમારીથી 2 વ્યક્તિના મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરી મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યની પત્નીને ચુંટણીમાં હરાવનારા સરપંચ સસ્પેન્ડ


SHARE







મોરબીમાં ધારાસભ્યની પત્નીને ચુંટણીમાં હરાવનારા સરપંચ સસ્પેન્ડ

મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયત ચુંટણીમાં ભાજપના ચાલુ ધારાસભ્યના પત્ની ચૂંટણી લડ્યા હતા અને તે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારની સામે હાર્યા હતા અને સરપંચની ચૂંટણીમાં જે વિજેતા બનેલ છે તેના દ્વારા ઉમેદવારી પત્રમાં સંતાનની જન્મ તારીખની માહિતી ખોટી આપી હતી જે અંગેની હરીફ ઉમેદવારે ફરિયાદ કરી હતી જેના આધારે પુરાવાઓને ધ્યાને લઈને મોરબીના ટીડીઓએ હાલમાં ત્રાજપરના સરપંચને સસ્પેન્ડ કર્યા છે

મોરબીમાં ત્રાજપર ગામની  સરપંચની ચુંટણીમાં કોંગ્રેસ પ્રેરિત સરપંચ જયંતિભાઈ માધુભાઈ વરાણીયા વિજેતા બન્યા હતા જો કેટ તેને ચાર સંતાન  છે અને તેને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું તેમાં સૌથી નાના દીકરાની જન્મ તારીખમાં ગોલમાલ કરી હતી જે અંગેની ૮ ડિસેમ્બરના રોજ હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સબરીયાના પત્ની જશુબેન પરસોતમભાઈ સબરીયા દ્વારા ચૂંટણી વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી અને કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, ૧૯ ડિસેમ્બરના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ફરિયાદી જશુબેન પરસોતમભાઈ સબરીયા અને જયંતિભાઈ માધુભાઈ વરાણીયા સામસામે ચૂંટણી લડ્યા હતા

જયંતિભાઈ માધુભાઈ વરાણીયાએ જે ફોર્મ ભર્યું હતું તેમાં ચાર સંતાનનો ઉલ્લેખ કર્યો છે પણ નાના સંતાનનો જન્મ 2004માં થયો હોવાનું દર્શાવ્યું હતું. જોકે પંચાયત અધિનયમ 2005ના અધિનયમ મુજબ બે કરતા વધુ બાળક હોય એ ઉમેદવાર ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. આથી જયંતિભાઈ માધુભાઈ વરાણીયાએ ચૂંટણી લડવા માટે પોતાના નાના સંતાનની જન્મ તારીખ છુપાવી હતી જેથી ટીડીઓ દ્વારા સરપંચને નોટિસ આપવામાં આવી હતી અને જન્મ નોંધણીના રજીસ્ટર સાથે તલાટી મંત્રીને પણ બોલાવીને તપાસ કરવામાં આવી હતી. જેમાં જન્મ રજીસ્ટર ચેક કરતા સરપંચના ચોથા દીકરાનો જન્મ ૨૦૦૫ પછી થયાનું સામે આવ્યું હતું. જેથી ગુજરાત પંચાયત અધિનયમ મુજબ ત્રાજપર ગામના સરપંચને ગેરલાયક ઠરતા ટીડીઓએ જયંતીભાઈ માધુભાઈ વરાણીયાને ઉમેદવારી ફોર્મમાં ખોટી માહિતી આપી હોવાથી હરીફ ઉમેદવારની રજુઆતને ધ્યાને લઈને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે






Latest News