મોરબીમાં ધારાસભ્યની પત્નીને ચુંટણીમાં હરાવનારા સરપંચ સસ્પેન્ડ
હળવદના મયૂરનગરમાં પરિણીતાના આપઘાતના કેસમાં પકડાયેલ પતિ-સસરા જેલ હવાલે
SHARE









હળવદના મયૂરનગરમાં પરિણીતાના આપઘાતના કેસમાં પકડાયેલ પતિ-સસરા જેલ હવાલે
હળવદના મયૂરનગર ગામે રહેતી પરિણીતાને તેના પતિ સહિતના સાસરિયાં દહેજ મુદે ત્રાસ આપતા હતા જેથી તે પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો આ બનાવમાં મૃતક પરિણીતાના પિતાએ તેના જમાઈ તેમજ વેવાઈ અને વેવાણ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મૃતકના પતિ અને સસરાની ધરપકડ કરેલ હતી અને હાલમાં તે બંનેને જેલ હવાલે કરવામાં આવેલ છે
મોરબી જિલ્લાના હળવદના મયૂરનગર ગામે એક પરિણીતાએ આપઘાત કર્યો હતો અને તા. ૭/૨ રોજ સરોજબેન નિકુલભાઇ રંગાડીયા નામની પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક પરિણીતાના પિતા માવજીભાઈ મૂળજીભાઈ જાદવે તેના જમાઈ નિકુલભાઇ હીરજીભાઈ, દિકરીના સાસુ વસંતાબેન હીરજીભાઈ અને સસરા હીરજીભાઈ અમરશીભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં મૃતક પરિણીતાના પતિ નિકુલભાઇ હીરજીભાઈ અને સસરા હીરજીભાઈ અમરશીભાઈની ધરપકડ કરેલ હતી અને તેને હાલમાં જેલ હવાલે કરેલ છે
