મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે સૂકુંન હોસ્પિટલમાં સર્વે રોગ નિદાન કેમ્પ હાજીપીર સેવા સમિતિ દ્વારા યોજાયો


SHARE







મોરબીના વાવડી રોડે સૂકુંન હોસ્પિટલમાં સર્વે રોગ નિદાન કેમ્પ હાજીપીર સેવા સમિતિ દ્વારા યોજાયો

મોરબી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા હાજીપીર સેવા સમિતિ દ્વારા કચ્છના શહેનશાહ હાજીપીરના ઉર્સ મુબારક નિમિત્તે પદયાત્રીઓ માટે વિવિધ સેવાકીય કામો કરવામાં આવે છે અને છેલ્લા છ વર્ષથી વાવડી રોડ ખાતે સૂકુંન હોસ્પિટલ ખાતે નોર્મલ ફીથી હોસ્પિટલ ચલાવે છે અને કોરોના કાળમા પણ ફ્રી દવાઓ આપેલ હતી ત્યાં આ વર્ષે છઠો સર્વરોગ નિદાન કેમ્પ રાખવામા આવ્યો હતો જેમાં ડૉ. ગાયત્રી ભીમાણી, ડૉ. સંજય પટેલ, ડૉ. ચિરાગ આદ્રોજા, ડૉ.ચાંદની આદ્રોજા, ડૉ.તૂપ્તી પેથાપરા, ડૉ.યોગેશ પેથાપરા, રવીભાઇ મકવાણા, કોશરબેન અને વીનટાબેન વિગેરેસેવા આપી હતી આ કેમ્પમા મુખ્ય મહેમાન તરીકે મોરબી પાલીકાના ચેરમેન આશીફભાઇ રહીમભાઈ ગાલબ, પાલીકાની બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ પરબતભાઇ અવાડીયા, બચુભાઇ ચાનીયા, સૈયદ  ફારૂકબાપુ, સૈયદ આરીફબાપુ, સૈયદ હનીફબાપુસૈયદ આલમીયાબાપુ, સૈયદ અબડાશા બાપુ તેમજ વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને આ કામગીરીને બીરદાવી હતી આ કેમ્પનો લાભ 450 થી વધુ દર્દીઓ દ્વારા લેવાં આવ્યો હતો અને કેમ્પને સફળ બનાવવા માટે સુકુન હોસ્પિટલ પ્રમુખ હાજી અબ્દુલભાઈ હાસમભાઈ મો, ઉપપ્રમુખ ઈબ્રાહીમભાઈ લંજા, નુરમામદભાઇ મુસાભાઈ દલવાણી તથા ટ્રસ્ટીઓએ તેમજ સબીરહાજી  અબદુલભાઇ મોડ, સિદ્દીક ભાઈ આદમભાઇ  મોડ, સાહીદ ઇબ્રાહીમભાઇ મોડ, શબીરભાઇ હબીબભાઇ જાફરાણી, આરીફ આદમભાઇ મોડ, ઇમરાન આદમભાઈ મોડ, સોકતભાઇ વલીભાઈ બાભણીયા, અનીશ શબીરભાઇ મોડ, તોફીક ઈબ્રાહીમભાઈ લંજા વિગેરેએ સેવા આપી હતી






Latest News