દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન મોરબીમાં છોકરાના ઝઘડામાં યુવાનને મહિલા સહિત 3 લોકોએ ધોકા વડે મારમાર્યો જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એ સિડ પી જતાં સારવારમાં ટંકારાના ગજડી ગામે વાડીએ ભૂલથી ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકા દ્વારા વેપારીઓની દુકાનોમાંથી ૬૫ કિલો પ્રતિબંધીત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને આયખુ ટુંકાવ્યુ : પીપળી નજીક કારખાનાની કોલોનીમાં કોઈપણ કારણોસર યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં.૫ ની ગૌરાંગ શેરી, પારેખ શેરી, ખોખાણીશેરી અને કંસારા શેરીમાં ગંદકીના રાફડા કયારે દુર કરાશે..?


SHARE







મોરબીના વોર્ડ નં.૫ ની ગૌરાંગ શેરી, પારેખ શેરી, ખોખાણીશેરી અને કંસારા શેરીમાં ગંદકીના રાફડા કયારે દુર કરાશે..?

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને રાજયમંત્રી તેમજ મોરબી-માળિયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાને લેખીત રજૂઆત કરીને અરજ કરેલ છેકે મોરબી નગરપાલીકાના વોર્ડ નં.૫ જેમાં આવેલ ગૌરાંગ શેરી, પારેખ શેરી, પખાલી શેરી, ખોખાણીશેરી અને કંસારા શેરી વિગેરેનો સમાવેશ થાય છે તેમાં ગંદકીના રાફડા ફાટેલ છે.છેલ્લા એક માસથી નિયમીત સાફ સફાઇ થતી નથી અને ગંદકીના ઢેર થઇ ગયેલ છે અને ગટરોમાંથી હવે જીવાત ઉભરાઇ રહી છે.

ઉપરોકત બાબત અંગે અનેકવાર કાઉન્સીલરોને રજુઆત કરેલ છે છતાં આ અંગે કોઇ પણ પગલા લેવામાં આવતા નથી.તે ઉપરાંત રજૂઆતમાં જણાવાયુ હતુ કે આ વિસ્તારના તમામ કાઉન્સીલર નિષ્ફળ ગણાય એટલે કે નગરપાલીકામા હાલ સતા ઉપર કાઉન્સીલરો ભાજપના જ છે પરંતુ આ કાઉન્સીલરો જવાબ આપતા નથી જયારે મત જોઇતા હોય ત્યારે 'ભાઇ સાહેબ ભાઇ સાહેબ' કરે છે પરંતુ જયારે આવું સાફ સફાઇ કે અન્ય પ્રજાના હિતના કામ હોય ત્યારે 'હું કોણ અને તું કોણ..?' જેવી નીતી આવા કાઉન્સીલરોની નજરે પડે છે.હાલ મોરબીમાં કોરાનોની સ્થિતિ વકરી રહી છે અને જયારે ગંદકીનો રાફડો ફાટેલ છે ત્યારે સાફ સફાઇ કરાવવાને બદલે આ વોર્ડ નં.૫ ના ચારેય કાઉન્સીલરો મોઢા ફેરવી લેતા નજરે પડે છે.

તે ઉપરાંત આ વોર્ડ નંબર ૫ ની ભુગર્ભ ગટર તથા અન્ય ગલીઓમાં પણ નિયમીતપણે સફાઇ થવી જોઇએ.ગોરાંગ શેરી, પારેખ શેરી, ખોખાણી શેરી, કંસારા શેરી એવી અનેક શેરીઓમાં સફાઇ થતી જ નથી અને નગરપાલીકાના નામે મસમોટો ટેકસ ઉધરાવે છે તો આ સફાઇમાં કેમ કોઇ ઘ્યાન અપાતુ નથી ? આ અંગે ઉચ્ચ સ્તરે યોગ્ય રજુઆત કરવામાં આવશે તેવી સામાજીક કાર્યકરો તથા વોર્ડ નંબર ૫ ના મતદાર ભાઇઓ-બહેનોની માંગ અને રજુઆત છે. ઉપરોકત બાબતે સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચે પાલીકાએ કરવાની થતી રોજીંદી કામગીરી માટે પણ રજૂઆત કરવી પડે..?! તે બદલ આશ્ચર્ય વ્યકત કર્યુ હતુ.




Latest News