મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના કલાવડી ગામે જતી પાણીની લાઇનમાંથી હંગામી સ્ટાફની મહેરબાનીથી ગેરકાયદે કનેક્શન લઈને ૧૦ જેટલી વાડીમાં સિંચાઇ !


SHARE











વાંકાનેરના કલાવડી ગામે જતી પાણીની લાઇનમાંથી હંગામી સ્ટાફની મહેરબાનીથી ગેરકાયદે કનેક્શન લઈને ૧૦ જેટલી વાડીમાં સિંચાઇ !

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં લાવડી ગામ તરફ લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠા દ્વારા લાઇન પથરવામાં આવેલ છે અને પાણી પુરવઠા બોર્ડની લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન મેળવીને ૮થી ૧૦ જેટલા ખેતરમાં સિંચાઈ માટે પાણી લઈ જવામાં આવે છે આ વાતને સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોય આવી અગાઉ અનેક ફરિયાદો ઉઠી હતી દરમિયાન ચેકિંગ કરવામાં આવતા એકસાથે લગભગ ૪ થી ૬ જેટલા ગેરકાયદેસર કનેક્શન મળી આવ્યા હતા અને તેના મારફતે આઠથી દસ જેટલી વાડીમાં સિંચાઇ માટે પાણી લઈ જતા હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા શા માટે થઈને ગેરકાયદેસર પાણી ખેંચવાની પ્રવૃત્તિને રોકવા માટે નક્કર કામગીરી કરવામાં આવતી નથી તે સવાલ ઉઠી રહ્યા છે અને હાલમાં જે પાણીચોરીનો મુદ્દો સામે આવ્યો છે તે મુદ્દે શું કરવામાં આવશે તે પણ આગામી સમય બતાવશે

સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત થાય ત્યારથી પાણી માટે બુમ-બરાડા શરૃ થઇ જતા હોય છે જોકે હાલમાં મોરબીના મોટાભાગના વિસ્તારોની અંદર પાણી પુરતા પ્રમાણમાં મળે છે જોકે તાલુકાની અંદર આવતા લાવડી ગામ તરફ પીવાનું પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા જે પાણીની લાઈન પાથરવામાં આવે છે તેમાંથી ગેરકાયદેસર ચારથી છ જેટલા મોટા કનેક્શન લેવામાં આવ્યા છે અને તેમાંથી એક કે બે નહીં પરંતુ આઠથી દસ જેટલી વાડીઓની અંદર સિંચાઇ માટે પાણી લઈ જવામાં આવી રહયુ છે જેથી કરીને લોકોને પીવા માટે પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોય આવી માહિતી હતી. દરમિયાન ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની એજન્સીને ચેકિંગ સહિતની કામગીરી સોપવામાં આવી છે તેઓએ ચેકિંગ કરતાં પાણીની લાઇનમાંથી ગેરકાયદેસર લેવામાં આવેલ છે

આટલું જ નહીં પરંતુ જે ટીમ દ્વારા આ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેના દ્વારા મોરબી જિલ્લા પાણી પુરવઠા બોર્ડના જવાબદાર કાર્યપાલક ઇજનેર વાંકણી સાથે પણ ફોન ઉપર વાત કરવામાં આવી હતી અને તેમણે ફોન ઉપર જણાવ્યું હતું કે તેઓના ડેપ્યુટી ઈજનેર કે.ટી. બલદાણીયાને અગાઉ એક મહિના પહેલા ટેલિફોનથી પાણી ચોરી અંગેની જાણ કરવામાં આવી હતી અને ગેરકાયદેસર કનેક્શન મારફતે ખેતી માટે પાણી લઈ જવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ કોઇ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી અને હાલમાં ચેકિંગ દરમિયાન ચારથી છ જેટલા ગેરકાયદેસર કનેક્શન મળી આવ્યા છે અને તેમાં ૮ થી ૧૦ જેટલી વાડીમાં સિંચાઇ માટે પાણી લઈ જતા હોવાની માહિતી સામે આવી છે ત્યારે ડેપ્યુટી ઈજનેર અને તેની ટીમની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે

વધુમાં મળતી માહિતી મુજબ જે વાડીમાં ગેરકાયદે પાણી લઈ જવામાં આવતું હતું તે વાડીના માલિકનો ભાઈ મકસૂદ જેનું નામ છે તે સીંધાવદર ખાતે આવેલ પાણીના સંપમાં હંગામી કર્મચારી તરીકે કામ કરી રહ્યો છે અને આ પાઈપલાઈનના નિભાવ તેમજ રીપેરીંગ માટે કામ આપવામાં આવ્યુ હોય તે એજન્સીના કર્મચારી તરીકે હાલમાં મકસૂદ કામ કરી રહ્યો છે જોકે મકસુદ દ્વારા ગેરકાયદેસર કનેક્શન પોતાની વાડીની આસપાસના વિસ્તારમાં દેવામાં આવેલ છે કે પછી  અન્ય વિસ્તારની અંદર પણ આવી રીતે ગેરકાયદેસર કનેક્શન આપીને રોકડી કરવામાં આવતી હતી તે પણ તપાસનો વિષય છે 






Latest News