મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદમાં પીજીવીસીએલની કચેરીના સ્ટોર રૂમમાંથી બે અજાણ્યા શખ્સો સીલ કરેલ વીજ મીટર ચોરી ગયા !


SHARE









હળવદમાં પીજીવીસીએલની કચેરીના સ્ટોર રૂમમાંથી બે અજાણ્યા શખ્સો સીલ કરેલ વીજ મીટર ચોરી ગયા !

સામાન્ય રીતે સોના-ચાંદીના દાગીના કે પછી ખાદ્ય સામગ્રીની ચોરી કરવામાં આવી હોય તેવી ઘટના સામે આવતી જ હોય છે પરંતુ હાલમાં હળવદ તાલુકામાં આવેલ પીજીવીસીએલની કચેરીમાંથી બે અજાણ્યા શખ્સો દ્વારા વીજ મીટરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં અધિકારી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરામાં દેખાતા બે  અજાણ્યા શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદની અંદર આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા રાકેશભાઈ ભગુભાઇ પટેલ (ઉંમર ૩૯)એ હાલમાં વીજ કચેરીમાંથી મીટરની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે અને વીજ કચેરીમાંથી મીટરની ચોરી કરનારા શખ્સો કચેરીમાં મુકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં પણ દેખાઈ રહ્યા છે હાલમાં જે ફરિયાદ નોંધાઈ છે તેમાં અધિકારીએ જણાવ્યું છે કે, તેઓએ મીટર નંબર એલજી૧૯૦૩૪૪ અને ગ્રાહક નં.૭૩૬૧૯/૦૦૨૦૬/૧ વાળુ ગેટ પાસ નં. ૬૩૭૫/તા.૧૦/૦૨/૨૦૨૨ નું સ્ટેટીક એલ.એન.જી. કંપનીનું ૧૦૦/૫ કેપેસીટી વાળુ વીજ મીટર સીલ કર્યું હતું અને તે સીલ વાળા કોથળા સાથે પી.જી.વી.સી.એલ. કચેરીમાં નાયબ ઇજનેર ગ્રામ્ય પેટા વિભાગની ઓફીસની બાજુમાં આવેલ સ્ટોર રૂમમાં મૂક્યું હતું જે સ્ટોર રૂમમાંથી સી.સી.ટી.વી. કેમેરામાં દેખાતા બે અજાણ્યા શખ્સો વીજ મીટર સીલ કરેલ સીલ વાળા કોથળા સાથે ૩,૫૦૦ ની કિંમતના મુદામાલની ચોરી કરી ગયા છે જેથી પોલીસે આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ ગુનો નોંધીને સીસીટીવી કેમેરામાં દેખાતા બંને શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News