હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના શનાળા નજીક કૂવામાં ડૂબી જતા યુવાનનું મોત


SHARE













મોરબીના શનાળા નજીક કૂવામાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબીના રાજકોટ હાઇવે ઉપર સકત સનાળા ગામ પાસે આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતો મૂળ બીહારી મજુર યુવાન કૂવામાં પડી જતાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુળ બિહારનો અને હાલ મોરબી નજીકના સકત સનાળા ગામે આવેલ જેનિસ રીકલેમેશન નામના ટાયરના કારખાના લેબર કવાટરમાં રહેતો જીતેન્દ્રકુમારસિંહ કપિલસિંહ ચંદ્રવંશી (ઉમર વર્ષ ૨૫) નામનો યુવાન ગઇકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં સનાળા ગામે કારખાના પાસે આવેલ કૂવામાં કોઈ કારણોસર પડી ગયો હતો અને ડૂબી જવાથી જીતેન્દ્રકુમારસિંહ ચંદ્રવંશીનું મોત નીપજયું હતું બનાવને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટાફે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતો મનીષ સોમલાભાઈ નામનો ૨૨ વર્ષીય યુવાન ગઇકાલે સાંજે પાંચેક વાગ્યે મીતાણા ચોકડી પાસે હતો ત્યાં તે રિક્ષામાંથી અકસ્માતે નીચે પડી જતાં ઇજાગ્રસ્ત મનીષને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીની વજેપર શેરી નંબર ૧૬ માં રહેતો વિજય રવજીભાઈ પરમાર નામનો ૩૮ વર્ષીય યુવાન બાઇક લઇને રવાપર રોડ ઉપરથી જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત વિજય પરમારને પણ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

વૃદ્ધા સારવારમાં

મોરબીના નાની બજાર વિસ્તારમાં રહેતા હસીનાબેન સલેમાનભાઈ બ્લોચ નામની ૭૦ વર્ષીય વૃદ્ધ પોતાના પુત્રના બાઈકમાં પાછળના ભાગે બેસીને ઘરેથી દવા લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા હસીનાબેનને સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામે સરતાનપર રોડ ઉપરના સંસ્કાર સીરામીક પાસે બનેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી દિપક પ્રભુભાઈ બગાના નામના ૧૬ વર્ષીય યુવાનને સારવાર માટે અત્રેની સદભાવના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.






Latest News