મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કોલેજ NSS ડિપાર્ટમેન્ટ દ્વારા ભારત સરકાર દ્વારા ઓનલાઈન આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો


SHARE







મોરબી નવયુગ કોલેજ NSS ડિપાર્ટમેન્ટ દ્વારા ભારત સરકાર દ્વારા ઓનલાઈન આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો

મોરબીના વિરપરમાં આવેલા નવયુગ સંકુલ ખાતે કોલેજના NSS ડિપાર્ટમેન્ટ દ્વારા દેશભક્તિ રંગોળી, દેશભક્તિ ગીત, દેશભક્તિ લોરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં વિદ્યાર્થીઓએ આઝાદી કા અમૃત મહોત્સવ સ્પર્ધામાં ઓનલાઇન ભાગ લીધેલ હતો.દેશભક્તિ ગીત અને અને દેશભક્તિ લોરીના ફોટો પાડીને અપલોડ કર્યા હતા.દેશભક્તિ રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ રંગોળી અને રંગોળી સાથે પોતાની સેલ્ફી પાડીને ઓનલાઇન અપલોડ કરેલ હતી.વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને પોતાની કલાનું પ્રદર્શન કરેલ હતું.સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓએ આઝાદી કા અમૃત મહોત્સવનું સર્ટીફીકેટ મેળવ્યુ હતુ.સમગ્ર આયોજન નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજિયા અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું તથા એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર ડો.હિરેન મહેતા તથા પ્રો.રીંકલ સિદપરા, પ્રો.મનાલી અઘેરા, પ્રો.અંજલીબેન ભોરણીયા તેમજ સમગ્ર વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News