મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીની નવ આંગણવાડી બહેનોને મુખ્યસેવીકામાં બઢતીના હુકમો મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે એનાયત


SHARE







મોરબીની નવ આંગણવાડી બહેનોને મુખ્યસેવીકામાં બઢતીના હુકમો મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે એનાયત

મોરબી આઇસીડીએસ વિભાગ હસ્તક આંગણવાડી બહેનોને મુખ્યસેવીકામાં બઢતી મળતાં રાજ્યના પંચાયતશ્રમકૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો)ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીના હસ્તે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં ગુરુવારે નવ બહેનોને બઢતીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

આ તકે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કેસમગ્ર ગુજરાતમાં પંચાયત વિભાગ હેઠળ ૧૭ સંવર્ગની ૧૩૦૦૦થી વધુ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી સમયસર અને પારદર્શી તેમજ વિશ્વસનીય પદ્ધતી થાય તે માટેની પ્રક્રિયાઓ હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વડપણ હેઠળની સરકારમાં વહિવટી સુધારણાની પ્રક્રિયા હેઠળ હાલે સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીની જગ્યાઓ ભરવામાં આવી છે.

વધુમાં બઢતી મેળવનાર આંગણવાડીની બહેનોને શુભેચ્છા અને અભિનંદન પાઠવતા મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કેવંચિતોગરીબો અને અંત્યોદયની સેવા કરવાનું ફળ આપ સૌને મળેલ છે ત્યારે બઢતીની સાથે જવાબદારી પણ વધે છે તેને સુપેરે નીભાવવા તત્પરતા દાખવવા અને ફરજ પ્રત્યેની જાગૃતતા દાખવવા આહ્વાન કર્યું હતું. અને આંગણવાડી વર્કરમાંથી મુખ્યસેવીકા તરીકેની સમયસરની બઢતી આપવાની પરિણામલક્ષી કામગીરીથી આપ સૌને હકનું અને સમયસર અપાવી શક્યા છીએ.

તો મોરબી જિલ્લાના ભાજપના યુવા આગેવાન જીગ્નેશભાઇ કૈલાએ પ્રસંગોચિત્ત વાત કરતાં જણાવ્યું હતું કેમોરબી-માળીયાના ધારાસભ્ય અને મંત્રીએ પોતાના વિભાગ હસ્તકના કામો માટે મોરબીની સમસ્યાઓમાં અંગતરસ લઇને રહેમદ્રષ્ટિ રાખીને હરહંમેશ ફોલોઅપ લઇને નાના પ્રશ્નો પ્રત્યે પણ ગંભીરતાથી લઇને નિરાકરણ લાવી રહ્યા છે. અને બઢતી મેળવનાર ક્રિષ્નાબેન પરમારે જણાવ્યું હતું કેહાલ હું આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને મને આંગણવાડી વર્કરમાંથી મુખ્યસેવીકા તરીકે બઢતી મળતા આજે મારુ સપનું સાકાર થયું છે. જે બદલ સરકારનો આભાર વ્યક્ત કરું છું અને અમારી ફરજ પ્રામાણિકતા થી અને નિષ્ઠાથી બજાવીશું. ત્યાર બાદ મંત્રી બ્રિજેશભાઇ મેરજાનું મોરબી આઇસીડીએસ વિભાગ તેમજ બઢતી મેળવનાર બહેનો વતી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવઅધિક નિવાસી કલેક્ટર એન.કે. મુછારનાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલજિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાઅગ્રણી વાઘજીભાઇ ડાંગરોચાપ્રોગ્રામ ઓફિસર મયુરીબહેન ઉપાધ્યાય સહિતના અધિકારીઓ તેમજ બઢતી મેળવનાર બહેનોએ ભાગ લીધો હતો.






Latest News