મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ હસ્તકલાના મેળામાં આયોજકોની બેદરકારીથી ઊડે ઊડે !?


SHARE







મોરબીમાં યોજાયેલ હસ્તકલાના મેળામાં આયોજકોની બેદરકારીથી ઊડે ઊડે !?

વર્તમાન સમયમાં દરેક ઉદ્યોગ અને ધંધામાં મંદીની અસર જોવા મળી રહી છે ત્યારે પોતાના ઘરમાં બેસીને હસ્તકલાના થકી અવનવી ચીજ વસ્તુઓ બનવતા કારીગરો માટે હસ્ત કલા મેળાનું આયોજન કરવામાં આવે છે જો કે, તેમાં અધિકારીઓએ અને કર્મચારીઓની બેદરકારીના લીધે કારીગરોને ઘણી વખત ફાયદો થવાની વાત તો દૂરની છે પરંતુ નુકશાન થાય છે આવો જ ઘાટ મોરબીમાં પણ જોવા મળ્યો છે અને ગુજરાત ભરના કારીગરોને તેમનો માલ લોકોને સરળતાથી વેચવા માટે સરકાર દ્વારા લખો રૂપિયાનો ખર્ચ કરીને હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે, આ મેળો ચાલુ થવાનો સમય જે બતાવવામાં આવ્યો છે ત્યારે તો મંડપ સર્વિસનું કામ પણ પૂરું થયું નથી અને જુદાજુદા ગામોથી મોરબીના હસ્ત કલાના મેળામાં આવેલા કારીગરો સહિતના લોકોમાં નિરાશા જોવા મળી હતી આટલું જ નહીં બપોરના એક વાગ્યા સુધી જવાબદાર અધિકારી ત્યાં હજાર પીએન ન હતા અને કારીગરોને સ્ટોલ પણ ફાળવવામાં આવ્યા ન હતા ત્યારે દાહોદ, સુરત, રાજકોટ, મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી હસ્તકલાના કારીગરો પોતાના હાથે બનાવેલ ઘર સજાવટની આઈટમો લઈને મોરબીના એલ ઈ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મેળામાં પહોચી ગયા છે જો કે, તેઓને સ્ટોલ કયારે આપવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે






Latest News