મોરબીના રંગપર ગામે યુવતી અને લક્ષ્મીનગર ગામે મહિલાએ દવા પી લેતા સારવારમાં
જે વ્યક્તિના જીવનમાં દાન, ગૌસેવા, ભગવાન અને સત્સંગ હોય તેની દુનિયામાં ઊથલ પાથલ થતી નથી: કનકેશ્વરી દેવીજી
SHARE
જે વ્યક્તિના જીવનમાં દાન, ગૌસેવા, ભગવાન અને સત્સંગ હોય તેની દુનિયામાં ઊથલ પાથલ થતી નથી: કનકેશ્વરી દેવીજી
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ સામેના ભાગમાં આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે તૈયાર કરવામાં આવેલ સત્સંગ હોલનું આજે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં પોતાની આર્થિક શક્તિ મુજબ નહીં પરંતુ તેના સંસ્કાર મુજબ કોઇ પણ જગ્યાએ દાન આપતો હોય છે અને જે લોકોના જીવનમાં દાન, ગૌસેવા, ભગવાન અને સત્સંગ હોય છે તેને આખી દુનિયાનું જે થવું હોય તે થાય પરંતુ તેઓની દુનિયામાં કોઈ ઊથલ પાથલ થતી નથી તેવી લોકોને ટકોર કરી હતી
મોરબી શહેરમાં ઉમા ટાઉનશીપની સામેના ભાગમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં પંચમુખી હનુમાન ટ્રસ્ટ દ્વારા નવો સત્સંગ હોલ બનાવવામાં આવે છે જેમાં ઘણા બધા નામી-અનામી દાતાઓ તરફથી માલ મટેરિયલ તેમજ આર્થિક દાન આપવામાં આવેલ છે અને તેમના સહયોગથી પવિત્ર ભૂમિની અંદર લોકોની સુવિધામાં વધારો થયો છે અને સત્સંગ હોલમાં લોકોને અનોખા આનંદની અનુભૂતિ થાય તે પ્રકારનો નવો સત્સંગ હોલ બનાવવામાં આવેલ છે જેનું લોકાર્પણ મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, સુરેશભાઇ દેસાઇ, જે.પી.જેસ્વાણી, નરભેરામભાઇ સરડવા (એકોર્ડ સિરામિક), મેઘરાજસિંહ ઝાલા, બાલુભા ધીરૂભા જાડેજા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા
આ તકે કાર્યક્રમની અંદર હાજર રહેલા લોકોને સંબોધતા રાજયના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે પ્રહલાદસિંહ ઝાલા અને તેઓના પંચમુખી ટ્રસ્ટની ટીમ દ્વારા જે સેવાઓ એક પછી એક વધારવામાં આવી રહી છે તેવામાં પંચમુખી હનુમાન મંદિરની જગ્યામાં હાલમાં જે સત્સંગ હોલ તૈયાર કરવામાં આવેલ છે તે અહીની સેવામાં એક યશકલગી સમાન છે ત્યારે આ સંકુલનો વધુમાં વધુ લોકો લાભ લઇ શકે તે માટે આ સંકુલની આસપાસમાં કોઈ પણ પ્રકારના વિકાસ કામો કરવાના હશે તો તેમાં તેઓના તરફથી અને મોરબી નગરપાલિકા તરફથી પૂરેપૂરો સહકાર આપવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી તો મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ જગ્યાનો વિકાસ થાય તેના માટે તેના માટે પ્રહલાદસિંહ ઝાલાની ટીમ દ્વારા જે કામગીરી છેલ્લા વર્ષમાં કરવામાં આવી છે તેના ભાગરૂપે આગામી સમયમાં વધુ લોકો આ જગ્યાનો ઉપયોગ કરે તેવા હેતુ સાથે અહીંયા પાલિકા દ્વારા પેવાર બ્લોક પાથરી આપવામાં આવશે અને નટરાજ ફાટકથી લઈને લાભનગર સુધીના ડામર રોડનું કામ વહેલી તકે કરી આપવામાં આવશે
મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીએ સભાની અંદર હાજર રહેલા સત્સંગીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જીવનમાં સત્સંગ ખૂબ જ જરૂરી છે અને સત્સંગ થકી લોકોના જીવનમાં આનંદ અને અનોખી ઉર્જાનો સંચાર થતો હોય છે જેથી કરીને સત્સંગ હોલ બનાવીને ખૂબ મોટું કામ પંચમુખી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને આ સત્સંગ હોલ બનાવવા માટે જે કોઈ લોકોએ આર્થિક કે શ્રમદાન અથવા તો કોઈપણ રીતે સહકાર આપેલ છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે અને તેઓએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, જે વ્યક્તિના જીવનની અંદર દાન, ગૌસેવા, ભગવાન અને સત્સંગ હોય છે તેઓના જીવનમાં દુનિયા આખીનું જે થાય તે પરંતુ તેઓની દુનિયામાં કોઈ ઊથલ પાથલ થતી નથી માટે લોકોને વધુમાં વધુ તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તેવી ટકોર કરી હતી