વાંકાનેરના કલાવડી જતી પાણીની લાઇનમાંથી સિચાઈ માટે પાણી ચોરી કરનારા સીંધાવદરના ખેડૂતો સામે ગુનો નોંધાયો
SHARE
વાંકાનેરના કલાવડી જતી પાણીની લાઇનમાંથી સિચાઈ માટે પાણી ચોરી કરનારા સીંધાવદરના ખેડૂતો સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના કલાવડી ગામ તરફ જતી પાણી પુરવઠા બોર્ડની લાઈનમાં ગેરકાયદેસર કનેક્શન લઈને સિંચાઇ માટે પાણી ખેંચવામાં આવતું હતું જેથી હાલમાં સિંધાવદર ગામના જુદા જુદા સર્વે નંબરમાં ખેતર ધરાવતા ખેડૂતોની સામે હાલમાં પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાકટર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાણી ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને પોલીસ દ્વારા હાલમાં ગુનો નોંધીને ગેરકાયદેસર પાણી લેનારા ખેડૂતોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવે છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કલાવડી ગામ તરફ પાણી પહોંચાડવા માટે તેને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીની પાઈપલાઈન પાથરવામાં આવે છે આ પાણીની પાઈપ લાઈનમાંથી ગેરકાયદેસર કનેક્શન મેળવીને સિચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તેની અગાઉ અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હતી અને જવાબદાર અધિકારી દ્વારા ગેરકાયદેસર પાણી લેનારા ખેડૂતોને છાવરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો હતો તેવામાં થોડા દિવસો પહેલા ગુજરાત વોટર સપ્લાય લિમિટેડ કંપનીને લાઈનનું મેન્ટેનન્સ અને નિભાવ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે તેના સ્ટાફ દ્વારા કલાવડી ગામ તરફથી જતી લાઇનમાંથી પાણી ચોરી પકડવામાં આવી હતી અને ગેરકાયદેસર વાલ્વ મૂકીને એક-બે નહીં પરંતુ દસ જેટલી વાડીઓમાં સિંચાઇ માટે પાણી લઈ જવામાં આવતું હોય તેવું ધ્યાન પર આવ્યું હતું.
ત્યાર બાદ હાલમાં કેશોદના રહેવાસી અમરસિંહ જેઠસુરભાઇ સીસોદીયા જાતે દરબાર (ઉ.૩૫)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીંધાવદર ગામના સર્વે નંબર ૨૯/૧ પૈકી-૧ /પૈકી-૧/પૈકી-૧ તથા સર્વે નંબર ૩૧૪ તથા સર્વે નંબર ૩૦૦ પૈકી ૧ ના ખેડુત ખાતેદારો તથા તપાસમાં ખુલ્લે તે તમામની સાથે હાલમાં પાણી ચોરીની ફરિયાદ નોંધાવેલ છે અને તેઓએ જણાવ્યું છે કે પોતાના લાભ માટે વાંકાનેર ગ્રુપની જૂની નવી કલાવડી ગામ તરફ જતી પાણી પુરવઠા બોર્ડની પાઈપ લાઈનમાંથી ૬૩ મી.મી. ડાયા પી.વી.સી.નું તથા ૧ ઇંચ ની અચે.ડી.પી.ઇ. પાઇપ લાઇન મારફતે ગેરકાયદેસર કનેકશનો આપી પાણીનો ખેતીની પીયત માટે ઉપયોગ કરવામાં આવતી હતો જેથી પોલીસે ગેરકાયદેસર પાણી ખેંચીને સિંચાઈ માટે ખેતરોમાં પાણી લઈ જતા આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.