મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે મહાવીર ખાણા નામની હોટલમાંથી બે કિલો ગાંજા સાથે બે શખ્સ પકડાયા, એકની શોધખોળ


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે મહાવીર ખાણા નામની હોટલમાંથી બે કિલો ગાંજા સાથે બે શખ્સ પકડાયા, એકની શોધખોળ

 

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર મહાવીર ખાણા રાજસ્થાની દાલ બાટી નામની હોટલની પાછળ રહેણાક દુકાન નં.ર માં બે ઇસમ પાસે ગાંજો હોવાની બાતમી મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે બે કિલો ગાંજો મળી આવ્યો હતો જેથી મોબાઈલ, વજન કાંટો સહિતનો મુદામાલ કબજે કરીને પોલીસે ૩૬૭૦૦ ના માલ સાથે બે આરોપીની ધરપકડ કરેલ છે. 

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં મોટા પ્રમાણમા ગાંજાનું વેચાણ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, થોડા સમય પહેલા વાંકાનેર સિટી અને તાલુકામાંથી ગાંજાના મોટા જથ્થા સાથે પોલીસે આરોપીઓને પકડ્યા હતા અને સુરતથી ગાંજો મોરબી જીલ્લામાં આવતો હોવાની માહિતી સામે આવી હતી ત્યાર બાદ હાલમાં પણ વાંકાનેર તાલુકાની હદમાંથી એસઓજીની ટીમે ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. 

મોરબી જિલ્લા એસઓજીના પીએસઆઈ પી.જી.પનારાને બાતમી મળી કે આરોપી ધર્મેન ઉર્ફે ધરમુ નંદકિશોર ઉર્ફે નંદરામ તીવારી જાતે પંડીત (ઉ.૨૧) તથા સુનીલ નંદકિશોર ઉર્ફે નંદરામ તીવારી જાતે પંડીત (ઉ.૩૨) રહે. બન્ને હાલ સરતાનપર રોડ મહાવિર ખાનાહાઉસ રાજસ્થાની દાલબાટી હોટલ પાછળ દુકાન નં.ર મુળ રહે. ધનોરા મધ્ય પ્રદેશ વાળાની કબ્જા ભોગવટા વાળી મહાવીર ખાણા રાજસ્થાની દાલબાટી નામની હોટલની પાછળ રહેણાક દુકાન નં.ર માં ગાંજાનો જથ્થો મંગાવી છુપી તેનું વેચાણ કરે છે. 

જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૦૦૦૦ નો ગાંજો, બે મોબાઇલ, રોકડા રૂપિયા ૧૫,૧૦૦ તથા એક ડીજીટલ વજન કાંટો આમ કુલ મળીને ૩૬,૭૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આ શખ્સોની પુછપરછમાં આરોપી જયમલસિંહ સુમેરસિંહ રાજપુત ઉર્ફે મારવાડી હાલ રહે. મકનસર મુળ રાજસ્થાન વાળો આ જથ્થો આપી ગયેલ છે તેવું તે કહી રહ્યા છે માટે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને હાલમાં બે આરોપી પકડવામાં આવેલ છે અને એક આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News