મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલથી તળાવીયા (શ) જવાના રસ્તા પાસેથી પિસ્તોલ સાથે એક પકડાયો


SHARE







મોરબીના ઉંચી માંડલથી તળાવીયા (શ) જવાના રસ્તા પાસેથી પિસ્તોલ સાથે એક પકડાયો

મોરબીના ઉંચી માંડલથી તળાવીયા શનાળા તરફ જવાના રસ્ત ઉપરથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધવ્યો છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જી.જેઠવા અને સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે ઉંચી માંડલ ગામથી તળાવીયા શનાળા ગામ જવાના રસ્તે પ્રાથમિક શાળા પાસેથી પસાર થતાં શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે અજીતભાઇ શૈલેષભાઇ મકવાણા રહે. કુંભારપરાસુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને હાથ બનાવટની 10 હજારની કિંમતની પિસ્તોલ કબજે કરેલ છે અને આરોપી પાસે હથિયાર ક્યાથી આવ્યું હતું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે






Latest News