મોરબીમાં આવતા મુખ્યમંત્રીનું કાળા વાવટા-આચાર્યજનક કાર્યક્રમ સાથે કરાશે સ્વાગત
મોરબીના મહેન્દ્રનગરમાં વરસાદી પાણીનો નિકાલ-ભૂગર્ભનું કામ ન થાય તો આંદોલન
SHARE









મોરબીના મહેન્દ્રનગરમાં વરસાદી પાણીનો નિકાલ-ભૂગર્ભનું કામ ન થાય તો આંદોલન
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓવર બ્રીજની જરૂરિયાત કરતા વધારે જરૂરિયાત વરસાદના પાણીના નિકાલની છે તેમજ ભૂગર્ભ ગટરનો યોગ્ય નિકાલ થાય તેની છે માટે તે બાબતે યોગ્ય કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ સીએમને રજૂઆત કરલે છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલા સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ચારરસ્તા ખાતે ઓવર બ્રીજ બનાવવા માટે મોરબીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી અને ખાતમહુર્ત બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવેલ છે જે સારી વાત છે પરંતુ મહેન્ર્દનગર ગામને ખુબ જ અગત્યની અને સૌથી વધારે જો કોઈ જરૂરિયાત હોય તો તે છે. વરસાદના પાણીના નિકાલની અને ભૂગર્ભ ગટરની આ વ્યવસ્થા કરવાની છે પરંતુ તંત્ર આ બાબતે કોઈ જાતનું ધ્યાન આપતું નથી. માટે તે દિશામાં યોગ્ય કરવામાં આવે તેવી માંગણી કરેલ છે અને જો યોગ્ય કરવામાં નહિ આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે
