મોરબીના મહેન્દ્રનગરમાં વરસાદી પાણીનો નિકાલ-ભૂગર્ભનું કામ ન થાય તો આંદોલન
મોરબીના પૂર્વ ધારાસભ્યના આંગણે વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન
SHARE









મોરબીના પૂર્વ ધારાસભ્યના આંગણે વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરેક સમાજના લોકો ઘડિયા લગ્નમાં જોડાય તે માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે આવેલા બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે તેમજ વર અને કન્યા બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું બીડું ઝડપ્યું છે ત્યારે અલગ અલગ સમાજના લોકો આ ઘડિયા લગ્નમાં જોડાય છે. ત્યારે વધુ એક ઘડિયા લગ્ન તેઓના આંગણે સંપન્ન થાય છે જેમાં ક્રિષ્નાબેન ભરતભાઈ મહલીયાના ઘડિયા લગ્ન અજયભાઈ ચંદુભાઈ આત્રેસા સાથે કરવામાં આવેલ છે જેમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રદેશ સંગઠન મહામંત્રી અને કોળી સમાજના આગેવાન ભાણજીભાઈ ડાભી, ઘુટુ ગ્રામ પંચાયતના સભ્ય સચિનભાઈ સંતાલપરા, પિયુષભાઈ વિઠ્ઠલભાઈ ઝિંઝુવાડીયા, તુલસીભાઈ પાટડીયા, ધનજીભાઈ સંખેસરિયા, મનુભાઈ ઉપસરિયા, વિષ્ણુભાઈ મજેઠીયા, ગોપાલભાઈ ઉપસરિયા, જાસુભા ઝાલા, રમેશભાઈ ટીડાણી સહિતના હાજર રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા
