મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ આદર્શ નિવાસી શાળામાં વ્યસન મુક્તિની નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીના રફાળેશ્વર પાસે આવેલ આદર્શ નિવાસી શાળામાં વ્યસન મુક્તિની નિબંધ સ્પર્ધા યોજાઇ

આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના સયુંકત ઉપક્રમે આદર્શ નિવાસી શાળા(વિ.જા) કુમાર રફાળેશ્વર ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધામાં ધો. ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસન અંગે સમજ આપતા નિબંધ લખવામાં આવેલ હતા ત્યાર બાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ હતી ત્યારબાદ પી.એચ.સી. લાલપરના સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન જીંદગીમાં ક્યારેય ન કરવા અને પોતાના કુટુંબને વ્યસન મુક્ત બનાવવા માટે અનુરોધ કર્યો હતો અને અંતે સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા અને શાળાના શિક્ષક એસ.બી.બારૈયા દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને પી.એચ.સી. લાલપરના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો




Latest News