મોરબી શહેરી-ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં ક્યાંય કચાસ નહીં રખાય: બ્રિજેશભાઇ મેરજા
મોરબીના માળીયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ નજીક બોલેરો પલ્ટી મારી જતા ૧૧ ને ઈજા
SHARE









મોરબીના માળીયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ નજીક બોલેરો પલ્ટી મારી જતા ૧૧ ને ઈજા
મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે વહેલી સવારે બોલેરો પલ્ટી મારી ગઇ હતી જેથી ૧૧ લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે રોડ ઉપર બોલેરો કાર પલ્ટી મારી ગઇ હતી જે બનાવમાં ઇજાઓ થવાથી ગંગારામ જીતુભાઈ બામણીયા(૨૭), હિંમત ગોરેલાલ ઈન્દ્રાણી(૧૧) હસીનાબેન ગોરેલાલ ઈન્દ્રાણી(૩૦), મંજુલાબેન બાબુભાઈ કટારા(૧૮), તારંગીબેન સુહાનભાઈ કૈડા(૩૩), રેનુબેન બાબુભાઈ કટારા(૧૭), ગોરેલાલ અમરસી ઈન્દ્રાણી(૩૮), ચમન બુધાભાઈ વોગીલા(૨૬), દિપક નનુરામ સોલંકી(૧૨) અને રોશનીબેન નનુરામ સોલંકી(૧૮) ને ઇજાઓ થવાથી મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી યાદી આવતા હાલમાં તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા બનાવ અંગે તપાસ ચલાવી રહ્યા છે.
