મોરબીના માળીયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ નજીક બોલેરો પલ્ટી મારી જતા ૧૧ ને ઈજા
મોરબીની નીલકંઠ સ્કુલે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી
SHARE









મોરબીની નીલકંઠ સ્કુલે "વિશ્વ માતૃભાષા દિવસ"ની ઉજવણી કરવામાં આવી
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કુલે "વિશ્વ માતૃભાષા દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ધો.૬થી ૮ નાં વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ સમજાવી, માતૃભાષા દ્વારા કલ્પના શક્તિનો વિકાસ કઈ રીતે કરી શકાય તે સમજાવવામાં આવ્યું હતુ. તેમજ રાષ્ટ્રભાષા (હિન્દી) અને વિશ્વભાષા (ઇંગ્લિશ)નું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતુ. અને વિદ્યાર્થીઓમાં "Spontaneous Speech" દ્વારા Speaking Skill વિકસાવવા માટે જુદાજુદા વિષયો ઉપર માહિતી પણ આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓએ પણ પોતાની આગવી શૈલીમાં જુદાજુદા વિષયો ઉપર વક્તવ્યો રજુ કર્યા હતા.
