મોરબીની નીલકંઠ સ્કુલે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબીના શનાળા ગામે વહેલી સવારે પગપાળા કામે જતા વૃદ્ધાને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધાનું મોત
SHARE









મોરબીના શનાળા ગામે વહેલી સવારે પગપાળા કામે જતા વૃદ્ધાને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધાનું મોત
મોરબી નજીકના સનાળા ગામે સોસાયટી વિસ્તારમાં રહેતા વૃદ્ધા ઘરકામ કરવા માટે પગપાળા જતા હતા તે દ રમિયાન વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા વૃદ્ધાનું મોત નીપજયું હતું.બનાવ સંદર્ભે મૃતકના પુત્રએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના શકત સનાળા ગામે રાજપર રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા વજીબેન રામભાઈ ખાંભલા રબારી નામના ૫૫ વર્ષીય વૃદ્ધાને અજાણ્યા વાહનચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં વજીબેન ખાંભલાનું મોત નીપજયું હતું.જેથી તેઓના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થવાથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ બનાવ સંદર્ભે તપાસ શરૂ કરી હતી.
જે દરમ્યાનમાં મૃતકના પુત્રની ભાળ મળતાં તેમના પુત્ર જગમાલભાઇ રાજાભાઈ ખાંભલા રબારી (૩૧) ધંધો મજૂરી રહે.મોરબી શકત સનાળા ધરમ સોસાયટી રાજપર રોડ વાળાએ હાલમાં સીટી એ ડિવિજન પોલીસ મથક ખાતે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમા તેમણે જણાવ્યું છે કે તેઓના માતા વજીબેન ખાંભલા વહેલી સવારે છ વાગ્યે તેઓ શનાળામાં આવેલા ધર્મનગર સોસાયટી વિસ્તારમાંથી શનાળા ગામ નજીક જ આવેલા નીતિનનગર વિસ્તારમાં ઘરકામની મજૂરી કામ કરવા માટે જતા હતા ત્યારે પગપાળા જતાં વજીબેનને કોઈ અજાણ્યા વાહનચાલકે હડફેટે લીધા હતા અને ગંભીરપણે ઈજાગ્રસ્ત થયેલા વજીબેનનું હાલ મોત નિપજે છે.પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ આધારે અકસ્માત સર્જીને ભાગી છુટેલા અજાણ્યા વાહનના ચાલકની સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
