મોરબીના શનાળા ગામે વહેલી સવારે પગપાળા કામે જતા વૃદ્ધાને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધાનું મોત
મોરબીમાં બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસનું આયોજન
SHARE









મોરબીમાં બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસનું આયોજન
મોરબીમાં બ્રહ્મસમાજ દ્વારા સમાજના ધો. ૧૨ પાસ અને સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વિદ્યાર્થીઓને તદન નિઃશુલ્ક માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે
મોરબી સમસ્ત બ્રહ્મસમાજના હોદેદારો દ્વારા ધો. ૧૨ પાસ બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ માટે આગામી સમયમાં આવનારી સરકારી ભરતીઓને ધ્યાનમાં રાખીને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છેઅને તેમાં જી.પી.એસ.સી. ક્લાસ ૧/૨, ક્લાસ ૩ જેવી કે તલાટી, ક્લાર્ક, પોસ્ટ, પોલીસની પરીક્ષા માટે સ્પીપા તેમજ રાજકોટ ગાંધીનગરની અનુભવી ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને તદન નિઃશુલ્ક માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ સચોટ પરિક્ષાલક્ષી મટિરિયલ, ૨૦૦ થી વધુ વનલાઇનર વિડિયો તેમજ એકસ્ટ્રા મેથ્સ તેમજ અન્ય બુક્સ ફ્રી આપવામાં આવશે અને રેગ્યુલર ટેસ્ટ તેમજ કરંટ અફેર પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે
