મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા


SHARE







મોરબીના લાલપર ગામ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા

મોરબીના લાલપર ગામ પાસે તાજનળિયાના કારખાના નજીક જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૯૩૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે તાજનળિયાના કારખાના નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જુગાર કરી હતી ત્યારે જયંતીભાઈ કહેરભાઈ મકવાણા, અશ્વિનભાઈ જેઠાભાઈ સોલંકી અને જગદીશભાઈ ઘનશ્યામભાઈ પાટડીયા જાહેરમાં જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૯૩૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતો રાજુ અમરશીભાઈ ચાવડા (ઉમર ૩૨) નામનો યુવાન નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તે પડી ગયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે






Latest News