મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના ડો.સતિષ પટેલનું પુસ્તક સ્ટેથોસ્કોપનો ધબકાર સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત


SHARE







મોરબીના ડો.સતિષ પટેલનું પુસ્તક સ્ટેથોસ્કોપનો ધબકાર સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત

મોરબી ઔદ્યોગિક ક્ષેત્રની સાથે સાથે સાહિત્ય ક્ષેત્રે પણ સમૃદ્ધ છે અનેક કવિ લેખકોએ ગદ્ય અને પદ્ય ક્ષેત્રે પ્રદાન કર્યું છે જેમાં ડો.સતિષ પટેલની કલમે લખાયેલ પુસ્તકો સ્તનપાન:- અધ્યાત્મ અને વિજ્ઞાન, બાળ ઉછેર બે હાથમાં, ઇતિ વાર્તા, સ્ટેથોસ્કોપનો ધબકાર, પૂર્ણ વિરામ પછી.. વગેરે પુસ્તકો વાંચવા લાયક, વાગોળવા લાયક છે ત્યારે સ્ટેથોસ્કોપનો ધબકાર પુસ્તક ડૉક્ટરના આંતરજગતને આંદોલિત કરી મૂકે તેવી દર્દીઓનાં જીવનસંબંધી ધટનાઓને શબ્દદેહ આપ્યો છે કેવળ દર્દીઓની વેદનાઓના જ નહીં પરંતુ ડૉક્ટરની સંવેદનાઓના સચોટ પડઘા જે પુસ્તકમાં ઝિલાયા છે એ પુસ્તક એટલે ડૉ.સતિષ પટેલ રચિત 'સ્ટેથોસ્કોપનો ધબકાર.' ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સત્યકથા વિભાગમાં 'સ્ટેથોસ્કોપનો ધબકાર'નો  શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકનો અર્પણ થતા મોરબીના પંથકમાં સાહિત્યક્ષેત્રે વધુ એક છોગુ ઉમેરાયું છે






Latest News