મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી: પતિએ કરેલ ફરિયાદનો ખાર રાખીને પરણિતાની છેડતી


SHARE







મોરબી: પતિએ કરેલ ફરિયાદનો ખાર રાખીને પરણિતાની છેડતી

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતી પરણિતાના પતિએ અગાઉ આરોપીના ભત્રીજા સામે એટ્રોસિટીનો કેસ કર્યો હતો જે બાબતનો ખાર રાખીને મહિલા કારખાનામાં હતી ત્યારે તેની આરોપીએ છેડતી કરી હતી અને તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી જેથી પરણિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકર નગરમાં રહેતા પરિણીતા મોરબી તાલુકાનાં રફાળેશ્વર ગામ પાસે આવેલ કૈલાશ નળિયાના કારખાનામાં હતી ત્યારે આરોપી લખનસિંહ દરબારએ ત્યાં આવીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેનું બાવડું પકડીને તેની છેડતી કરી હતી અને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે તેને હડધૂત કરી હતી જેથી કરીને મહિલાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ કરવી શરૂ કરી છે વધુમાં પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિએ અગાઉ આરોપીના ભત્રીજા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી જે બાબતનો ખાર રાખીને લખનસિંહ દરબારએ ત્યાં આવીને તેની છેડતી કરી હતી માટે હાલમાં પોલીસે આ બનાવમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે






Latest News