મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ


SHARE







મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભ -૨૦૨૧નું આયોજન કરવામાં આવનાર છે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાનો છે.

આ ખેલ મહાકુંભમાં ખેલાડીઓ ભાગ લે તે હેતુથી શાળા/ગ્રામ્ય કક્ષાથી લઇને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિવિધ-૨૯ રમતોનો ૪(ચાર) વય જુથ અં-૧૧, અં-૧૪, અં-૧૭, ઓપન એઇઝ ગૃપ (૧૭ થી ૪૫ વર્ષ સુધી)ના વયજુથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવનાર છે. શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર શરૂ કરવામાં આવેલ છે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી મોરબી ની યાદીમાં જણાવેલ છે.




Latest News