મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

હળવદના લક્ષ્મીનારાયણ ચોક પાસે વરલી જુગારના આંકડા લેતા ૧૦,૨૦૦ ના મુદામાલ સાથે પકડાયો, એકની શોધખોળ


SHARE











હળવદના લક્ષ્મીનારાયણ ચોક પાસે વરલી જુગારના આંકડા લેતા ૧૦,૨૦૦ ના મુદામાલ સાથે પકડાયો, એકની શોધખોળ

હળવદ શહેરમાં લક્ષ્મીનારાયણ ચોકની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે એક શખ્સ વરલી જુગારના આંકડા લેતો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તે જેની પાસે કમિશન લઈને આંકડા લેતો હતો તેની સામે પણ પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરીને બીજા આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરમાં લક્ષ્મીનારાયણ ચોકની બાજુમાં આવેલ ભારત ગેસની એજન્સીની બાજુમાં ખુલ્લી ગલીમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હળવદ તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જયેશભાઈ મગનભાઈ વાઘેલા આંકડા લેતા મળી આવ્યો હતો અને તે કાલભાઈ ગુલામહુસેન પાસેથી કમિશન લઈને આંકડા લેતો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે હાલમાં જયેશભાઈ વાઘેલા પાસેથી ૧૦,૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરી છે અને તેની પાસેથી કલાભાઈ ગુલામહુસેનનું નામ સામે આવ્યું હોય તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

માળીયા તાલુકાના ખીરઇ ગામથી કાજરડા ગામ તરફ જવાના રસ્તે નાની કેનાલની બાજુમાં બાવળની ઝાડીમાં દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવાતો આથો હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્લાસ્ટિકના ચાર બેરલની અંદર કુલ મળીને ૮૦૦ લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો દારૂ બનાવવા માટે વપરાતો આથો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી રફિકભાઈ ગુલાબભાઈ લધાણી જાતે મિયાણા (ઉંમર ૨૯) રહે. ખીરઈ ગામ વાળાની ધરપકડ કરેલ છે

દેશી દારૂની ભઠ્ઠી


હળવદ તાલુકાના રાયસંગપુર ગામની સીમમાં હનુમાનજી મંદિર પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલુ જોવા મળી હતી માટે પોલીસે દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવા માટે વપરાતો આથો અને અન્ય સાધન સામગ્રી મળીને સ્થળ ઉપરથી ૩૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને વિપુલભાઈ વાલજીભાઇ રાઠોડ (ઉમર ૩૨) રહે. હળવદ ભવાનીનગર ઢોરા વાળાની પોલીસે ધરપકડ કરેલ છે.






Latest News