મોરબી જીલ્લાનુ રાજેશભાઇ વ્યાસ અને સેજલબેન હુંબલે ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યું
ટંકારાના લજાઈ ગામે આવેલ કુમાર શાળાની વિદ્યાર્થિની રાજ્ય કક્ષાએ વિજેતા થતાં સન્માનીત કરાઇ
SHARE









ટંકારાના લજાઈ ગામે આવેલ કુમાર શાળાની વિદ્યાર્થિની રાજ્ય કક્ષાએ વિજેતા થતાં સન્માનીત કરાઇ
ટંકારાના લજાઈ ગામે આવેલ કુમાર શાળા ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઝાદીકા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર આયોજિત રાજ્યકક્ષાની કક્ષાની કાવ્ય ગાન સ્પર્ધા રાજ્યમાં પ્રથમ નંબર મેળવેલ આ શાળાની પૂર્વ વિદ્યાર્થીની મારુ સ્નેહા હસમુખભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં લજાઈ સીઆરસી કો.ઓર્ડીનેટર શૈલેષભાઈ સાણજા, તાલુકા શાળાના આચાર્ય નીતિનભાઈ માંડવીયા તથા કુમાર શાળા અને કન્યા શાળાના સમગ્ર શિક્ષક પરિવાર હાજર રહ્યો હતો અને આ શાળા પરિવાર વતી વિદ્યાર્થીને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું અને શાળાનું તથા લજાઈ ગામનું ગૌરવ વધારવા માટે અભિનંદન આપ્યા હતા આ વિદ્યાર્થિનીએએ રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ગયેલું ઝવેરચંદ મેઘાણી રચિત ગીત કસુંબીનો રંગ ગાયું હતું અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા
