વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલા મુખ્યમંત્રી સામે કોલસો, ગેસ, પ્રાથમિક સુવિધા સહિતના પ્રશ્નોનો કર્યો આગેવાનોએ ઢગલો


SHARE











મોરબીમાં આવેલા મુખ્યમંત્રી સામે કોલસો, ગેસ, પ્રાથમિક સુવિધા સહિતના પ્રશ્નોનો કર્યો આગેવાનોએ ઢગલો

મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધે પાર્ટી પ્લોટ ખાતે આજે મુખ્યમંત્રીની હાજરીમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઇ હતી જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા નેચરલ ગેસના ભાવ, ગેસની પાઇપલાઇનમાં અન્ય ગેસની સપ્લાય, પ્રાથમિક સુવિધાઓ સહિતના મુદે રજૂઆત કરવામાં આવી હતી તો પેપરમીલ ઉદ્યોગ દ્વારા લિગ્નાઈટનો જથ્થો પુરતા પ્રમાણમાં આપવામાં આવે અને મોરબીને મહાપાલિકાનો દરરજો આપવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રીએ તેઓની લાગણી અને માંગણી સંતોષવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે તેવી ખાતરી આપી હતી

મોરબીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા ત્યારબાદ મોરબીના સિરામિક એસોસિયેશન, પેપર મિલ એસોસિયેશનના હોદેદારો, ઉદ્યોગકારો સાથે તેમજ ભાજપના કાર્યકર્તાઓ સાથે મોરબી નજીકના લીલાપર ગામ પાસે આવેલ રાધે પાર્ટી પ્લોટ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન માટે વપરાતા નેચરલ ગેસની પાઇપલાઇનમાં અન્ય ગેસ કંપનીને ગેસ સપ્લાય કરવા માટે તેને મંજૂરી, ગેસના ભાવ અને વર્ષો જૂની ઓધ્યોગિક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાની માંગ છે તેને સંતોષવા માટે રજૂઆત કરી હતી

તો મોરબી પેપરમીલ એસોસિએશન કે, જેને જીએમડીસીમાંથી લિગ્નાઈટ મળતો હોય છે તેઓને કોટા મુજબનો જથ્થો આપવામાં આવતો નથી આટલું જ નહીં પરંતુ થોડા દિવસો પહેલા પેપર મીલમાં આગ લાગેલી વિકરાળ આગને કંટ્રોલ કરવા માટે અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતના મોટા સેન્ટર ઉપરથી ફાયરના વાહનોને મંગાવા પડ્યા હતા તેમ છતાં પણ આગ કાબુમાં આવી હતી ત્યારે અહીંના ઓદ્યોગિક વિસ્તારને ધ્યાનમાં રાખીને અદ્યતન ફાયર સ્ટેશન મોરબી આસપાસમાં બનાવવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે  

મોરબીને મહાનગરપાલિકાનો દરજજો આપવામાં આવે તેના માટે થઈને રજૂઆત કરેલ છે ત્યારે મુખ્યમંત્રીએ મોરબીના ઉદ્યોગકારો અને આગેવાનો તરફથી કરવામાં આવે રજૂઆતોને ધ્યાનમાં લઈને સરકાર તે દિશામાં હકારાત્મક વિચારી રહી છે અને વહેલી તકે ઉદ્યોગકારો અને મોરબીના લોકોની માગણી સંતોષાય તે દિશામાં કામ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે જો કે, પ્રહત્મિક સુવિધા, અધ્યતન ફાયર સ્ટેશન અને ગેસની પાઇપ લાઇનમાં અન્ય ગેસ કંપનીને ગેસ સપ્લાઈ કરવા માટેની છૂટ આપવા માટે વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી છે તો પણ ધ્યાને લેવામાં આવી નથી ત્યારે મોરબી આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવમાં કેટલા સફળ થાય છે તે તો સમય જ બતાવશે






Latest News