મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં યુવતીને દોરડા વડે હાથ બાંધી દુષ્કર્મ આચર્યું, બે શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેર તાલુકામાં યુવતીને દોરડા વડે હાથ બાંધી દુષ્કર્મ આચર્યું, બે શખ્સો સામે ગુનો નોંધાયો

વાંકાનેરમાં દોરડા વડે હાથ બાંધી યુવતી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જે ગુનામાં પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. વાંકાનેર તાલુકાનાં વાડી વિસ્તારમાં બનેલા બનાવથી હાલમાં ચકચાર મચી ગયેલ છે

વાંકાનેર તાલુકામાં વાડીમાં રહેતી અને પરિવાર સાથે ખેત મજૂરી કરતી યુવતી વાડીએ એકલી હતી ત્યારે ભુપત સરણીયા નામનો વ્યક્તિ અને તેની સાથેનો એક અજાણ્યો શખ્સ બાઈક પર વાડીએ આવ્યો હતો અને આરોપી ભુપતે યુવતીને પૂછ્યું હતું કે ઘરે કોઈ છે. જેથી યુવતીએ કહેલું કે ના તેમના પિતા બહાર ગયા છે. જેથી ભુપતે યુવતીના પિતાના મોબાઈલ નંબર માંગ્યા હતા. અને યુવતીએ મોબાઈલ નંબર આપ્યા પછી ભુપત અને તેની સાથેનો શખ્સ અંદરો અંદર વાતો કરવા લાગ્યા હતા અને ત્યાર બાદ યુવતી વાડીએ એકલી હોય હવસખોરોએ તેની પર નજર બગાડી હતી. અને યુવતીનું બાવડું પકડી વાડીએ આવેલી રૂમના લઈ ગયા હતા. અને યુવતીએ રાડા રાડી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નરાધમોએ તેને ચૂંદડીથી મોઢામાં ડૂચો દઈ દીધો હતો. તેમ છતાં યુવતી તાબે ન થતા હવસખોરોએ યુવતીના હાથ દોરડા વડે બાંધી દીધા હતા અને ભુપત સાથેના અજાણ્યા શખ્સે અબળા યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના તા. ૯ ફેબ્રુઆરીના રોજ બની હતી. અને યુવતી ડરી ગયેલ હતી માટે તે ગુમસુમ રહેતી હોય પરિવારના મહિલા સભ્યોએ તેની સાથે વાત કરી હતી ત્યારે તેને ઘટનાની જાણ કરી હતી અને અંતે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે




Latest News