મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

ટંકારા નજીકથી મળી આવેલ પાકીટ મૂળ મલીકને પરત કર્યું


SHARE







ટંકારા નજીકથી મળી આવેલ પાકીટ મૂળ મલીકને પરત કર્યું

ટંકારાથી મોરબી હાઈવે ઉપર હોટેલ નજીક પાકીટ રસ્તે પડેલું જોઈ મોરબીના યુવાને ટંકારા પોલીસ મથકે આપી ઈમાનદારી અને સામાજિક જવાબદારી નિભાવી હતી. તો ટંકારા પોલીસના એએસઆઈ ફારૂકભાઈ પટેલે પાકીટમાં રહેલ આધારકાર્ડ મારફત મુળ માલિક શોધીને પરત કર્યુ હતું.

ટંકારા તાલુકાના રાજાવડલા ગામે રહેતા અને ખાનગી શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા છૈયા રાજદીપભાઇ રાજકોટ મોરબી રોડ પર આવેલ લજાઈ નજીકની હોટલે હતા ત્યારે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે પાનકાર્ડ, આધારકાર્ડ, એટીએમ અને પૈસા સાથેનું તેમનું પાકીટ રોડ ઉપર પડી જતા રાત્રે દશેક વાગ્યાના સુમારે મોરબીના વિશીપરાના યુવાન એજાજ મુસ્તાકભાઈ કાલડિયાને નજરે ચડતા ઈમાનદારી અને સામાજિક જવાબદારી સમજીને લજાઈ ચોકડીથી છેક પરત ટંકારા પોલીસ મથકે પહોંચીને પાકીટ મુળ માલિક સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવી હતી.ટંકારા પોલીસ સ્ટેશનના પીએસઓ અને સાઈબર ક્રાઈમ એક્સપર્ટ એએસઆઈ ફારૂકભાઈ યાકૂબભાઈ પટેલે તાત્કાલિક આધારકાર્ડ આધારે કોન્ટેક્ટ નંબર શોધીને પાકીટના મુળ માલિક એવા છૈયા રાજદીપ રહે.રાજાવડવાળાને પરત કર્યુ હતું.પાકીટ પરત આપનાર યુવકે સામાજીક જવાબદારી બખુબી નિભાવતા પીએસઆઈ એસ.એમ.રાણા સહીત પોલીસ સ્ટાફ અને પાકીટ માલીકે એજાઝભાઇની આ ઉમગા કામગીરીને બીરદાવી હતી.




Latest News