મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના ગ્રીનચોક પાસે ઝેરી દવા પી લેતા યુવાનને સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીના ગ્રીનચોક પાસે ઝેરી દવા પી લેતા યુવાનને સારવારમાં ખસેડાયો

મોરબી શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં ૧૮ વર્ષનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં ૧૮ વર્ષનો યુવાન જુસબ હાસમ ભટ્ટી કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરતાં પોલીસ કર્મચારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે યુવાન મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં તેના નાના સાથે રહેતો હતો અને તેને તેના નાનાએ ઘરેથી કાઢી મૂકયો હતો જેથી તેણે ઝેરી દવા પી લીધી હોય તેવું હાલમાં તેના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

અકસ્માતમાં ઇજા 

માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા રમેશભાઈ વેલજીભાઇ વિડ્જા (ઉમર ૫૪) પોતાનું બાઇક લઇને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓનું બાઇક કોઇ કારણોસર સ્લીપ થઇ ગયું હતું જેથી તેને શરીરે નાનીમોટી ઈજા થઈ હોવાથી રમેશભાઈ વેલજીભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News