વાંકાનેરના કલાવડી પાસે ચાલતા ચાલતા પડી ગયેલા યુવાનને માથામાં ઇજા થવાથી મોત
વાંકાનેરના યાર્ડ નજીક ડિવાઈડર સાથે બાઈક અથડાતાં યુવાનનું મોત
SHARE
વાંકાનેરના યાર્ડ નજીક ડિવાઈડર સાથે બાઈક અથડાતાં યુવાનનું મોત
વાંકાનેર ચંદ્રપુર પાસે આવેલ માર્કેટિંગ યાર્ડ નજીક ડિવાઈડર સાથે બાઈક અથડાતાં નીચે પટકાયેલ યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના કેરાળા ગામે જાપા વાળી શેરીમાં રહેતા નવઘણભાઈ સામતભાઈ વાડવેલીયા જાતે કોળી (ઉંમર ૪૦) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓનો દીકરો ઉમેશ નવઘણભાઈ વાડવેલીયા (ઉંમર ૨૧) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એબી ૮૦૧૭ લઈને કેરાળા ગામના બોર્ડ તરફથી વાંકાનેર જવાના રસ્તા ઉપર પસાર થતો હતો ત્યારે માર્કેટીંગ યાર્ડના બસ સ્ટેન્ડ પાસે તેનું બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને શરીરે પણ ઇજાઓ થઇ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ ગયા હતા અને પોલીસે અકસ્માતના આ બનાવમાં મૃતક યુવકના પિતાની ફરિયાદ લઇને આગળની કાર્યવાહી કરેલ છે.