મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં વૃદ્ધ વેપારીને છરીના ઘા ઝીકનાર ઝડપાયો
મોરબીની પીપળીયા ચોકડી નજીક ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
SHARE









મોરબીની પીપળીયા ચોકડી નજીક ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
મોરબીના નવલખી હાઈવે ઉપર આવેલ પીપળીયા ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપે પતરાનો શેડ બનાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે મૂળ સાબરકાંઠાના યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલી પીપળીયા ચોકડીથી માળીયા તરફ જતા હાઇવે ઉપર પેટ્રોલ પંપમાં પતરાનો શેડ બનાવવાનો કોન્ટ્રાક્ટ કામમાં મજૂરી કામ કરતા લાલસીંગ સરદારસિંગ ઝાલા (૩૫) રહે. સાબરકાંઠા વાળાને ગત મોડી રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં કામ દરમ્યાન ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નિપજતાં મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે જઈ તપાસ હાથ ધરી હતી અને બનાવ માળીયા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય બનાવ સંદર્ભે માળીયા પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.
મહિલા સારવારમાં
હળવદના વાડી વિસ્તારમાં રહેતા જમનાબેન ઠાકરશીભાઈ જામકિયા નામના ૬૨ વર્ષીય આધેડ મહિલા પતિના બાઈકની પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતાં સારવાર માટે મોરબી ખસેડાયા હતા. જ્યારે મોરબીના વીસીપરામાં પતિ સાથે થયેલ ઝઘડા અને ઝપાઝપી દરમિયાન ઇજાઓ થવાથી નિશાબેન દિનેશ સનુરા નામની ૨૦ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી.
બાળક સારવારમાં
મોરબીના કેનાલ રોડ ઉપર રહેતો પૂર્વ ધવલભાઇ ફેફર નામનો આઠ વર્ષીય બાળક સાયકલ લઈને જતો હતો ત્યાં રસ્તામાં પડી જતાં ઇજાગ્રસ્ત પૂર્વ ધવલભાઇને સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યારે હળવદ તાલુકાના માથક ગામે રહેતા પ્રવિણદાસ ગોપાલદાસ સાધુ નામના ૩૯ વર્ષીય યુવાનને મોરબી તાલુકાના આંદરણા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.
