મોરબીની પીપળીયા ચોકડી નજીક ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
જેલમાંથી પેરોલ મળ્યા બાદ જેલમાં હજાર ન થતાં મોરબીના શખ્સની સામે ગુનો નોંધાયો
SHARE









જેલમાંથી પેરોલ મળ્યા બાદ જેલમાં હજાર ન થતાં મોરબીના શખ્સની સામે ગુનો નોંધાયો
મોરબીના શનાળા રોડ ઉપર રહેતા ઈસમ વિરુદ્ધ અપહરણ અંગે ફરિયાદ નોંધાવા પામી હતી અને જેમાં તેને હાલ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો જેને પેરોલ રજા મળી હોય અને પેરોલ મુદત પૂરી થયા બાદ તે જેલ ખાતે હાજર ન થતાં જેલર દ્વારા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટના જેલર જે.જે. મકવાણા દ્વારા હાલમાં મોરબીના શનાળા રોડ જીઆઇડીસી ખાતે રહેતા સેરાજઅહેમદ રજાકહુસેન નામના ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવવામાં આવ્યું હતું કે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે કલમ ૩૬૩,૩૬૬ અને પોકસોની ફરિયાદ નોંધાવા પામી હતી જે ગુનામાં સેરાજઅહેમદ રજાકહુસેન નામના ઈસમને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ૧૫ દિવસ માટે પેરોલ રજા મળી હતી જે ગત તારીખ ૧૦/૧૨/૨૧ ના મુદત પૂરી થતી હોય ત્યાર બાદ તે જેલ ખાતે હાજર થયો ન હતો માટે હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સેરાજઅહેમદ રજાકહુસેન વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જેની તપાસ એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે.
