મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી નજીક ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત


SHARE







મોરબીની પીપળીયા ચોકડી નજીક ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

મોરબીના નવલખી હાઈવે ઉપર આવેલ પીપળીયા ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપે પતરાનો શેડ બનાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે મૂળ સાબરકાંઠાના યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલી પીપળીયા ચોકડીથી માળીયા તરફ જતા હાઇવે ઉપર પેટ્રોલ પંપમાં પતરાનો શેડ બનાવવાનો કોન્ટ્રાક્ટ કામમાં મજૂરી કામ કરતા લાલસીંગ સરદારસિંગ ઝાલા (૩૫) રહે. સાબરકાંઠા વાળાને ગત મોડી રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં કામ દરમ્યાન ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નિપજતાં મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના મીરભાઈ ગોહિલે જઈ તપાસ હાથ ધરી હતી અને બનાવ માળીયા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય બનાવ સંદર્ભે માળીયા પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં 

હળવદના વાડી વિસ્તારમાં રહેતા જમનાબેન ઠાકરશીભાઈ જાકિયા નામના ૬૨ વર્ષીય આધેડ મહિલા પતિના બાઈકની પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતાં સારવાર માટે મોરબી ખસેડાયા હતા. જ્યારે મોરબીના વીસીપરામાં પતિ સાથે થયેલ ઝઘડા અને ઝપાઝપી દરમિયાન ઇજાઓ થવાથી નિશાબેન દિનેશ સનુરા નામની ૨૦ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી.

બાળક સારવારમાં 

મોરબીના કેનાલ રોડ ઉપર રહેતો પૂર્વ ધવલભાઇ ફેફર નામનો આઠ વર્ષીય બાળક સાયકલ લઈને જતો હતો ત્યાં રસ્તામાં પડી જતાં ઇજાગ્રસ્ત પૂર્વ ધવલભાઇને સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યારે હળવદ તાલુકાના માથક ગામે રહેતા પ્રવિણદાસ ગોપાલદાસ સાધુ નામના ૩૯ વર્ષીય યુવાનને મોરબી તાલુકાના આંદરણા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.






Latest News