મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

ચાઈનાની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંપિંગ ડ્યુટી યથાવત: ભારત સરકાર


SHARE







ચાઈનાની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંપિંગ ડ્યુટી યથાવત: ભારત સરકાર

મોરબીમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે તો પણ ચાઈનાથી સિરામીક ટાઇલ્સ આયાત થતી હોય છે તેના ઉપર ભારત સરકારે લાદેલી એન્ટી ડંપિંગ ડ્યુટીની મુદત કેન્દ્ર સરકાર દ્વારા વધારી આપવામાં આવી છે તેના માટે મોરબી સિરામીક એસોશિએશનવડાપ્રધાન અને રાજકોટના સાંસદનો આભાર વ્યક્ત કર્યો છે

મોરબીમાં વિશ્વ કક્ષાનો સિરામીક ઉદ્યોગ આવેલ છે અને અહીથી સિરામિક ટાઇલ્સને એક્સપોર્ટ પણ કરવામાં આવે છે જો કે, સિરામિક પ્રોડક્ટને ચાઈનાથી ભારતમાં ઈમ્પોર્ટ કરવામાં આવે છે જેના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગને નુકશાન થતું હતું માટે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાને સાથે રાખીને અગાઉ રજૂઆતો કરેલ હતી જેથી કરીને ભારત સરકારે એન્ટી ડંમ્પીંગ ડ્યુટી લગાવેલ હતી અને તેની સમય મર્યાદા પૂર્ણ થતા મોરબી સીરામીક એસોસિએશન દ્વારા સરકારમા રજુઆત કરવામાં આવી હતી જેથી ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા એન્ટી ડંમ્પીંગ ડ્યુટીની મદૂત વધારવામાં આવેલ છે અને એન્ટી ડંપિંગ ડ્યુટીને યથાવત રાખવામા આવી છે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ મોહનભાઇ કુંડારિયાનો મોરબી સિરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ ઓગણજા, માજી પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા સહિતનાએ મોરબીના સિરામિક ઉદ્યોગકારો વતી આભાર વ્યક્ત કરેલ છે 






Latest News