ચાઈનાની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંપિંગ ડ્યુટી યથાવત: ભારત સરકાર
મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આઝાદ રેલી- સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરાશે
SHARE









મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા કાલે આઝાદ રેલીનું આયોજન
મોરબીમાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિત્તે તા.૨૭ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે આઝાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીનો રૂટ આઝાદ પાર્ક એટલે કે કર્તવ્ય જીવદયા કેન્દ્રથી રેલી શરૂ થશે જે રવાપર રોડ, બાપા સીતારામ ચોક, ભગતસિંહ પ્રતિમા બાદ સરદાર બાગની સામે પૂર્ણ થશે. આ રેલીમાં કાર, બાઇક, સાયકલ લઈને નગરજનો પણ જોડાઈ શકે છે
પ્રતિમાનું અનાવરણ
ક્રાંતિકારી સેના દ્વારા અંદાજે બે વર્ષથી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મોરબીમાં આવે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા અને અમુક દેશ વિરોધી એકલદોકલ વ્યક્તિઓએ કામ વારંવાર રોક્યું હતું પણ અંતે સત્યનો વિજય થયો અને પ્રતિમાની સ્થાપના થઇ રહી છે અને આ પ્રતિમાનું અનાવરણ સરદાર બાગની સામે શનાળા રોડ ઉપર ૨૭/૨/ (રવિવાર) ના રોજ સવારે ૧૧ વાગે કરવામાં આવશે
