માળીયાના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો
"રણ સરોવર" યોજના પર પાટીદાર રત્ન જયસુખભાઇની દિલ્હી ખાતે અલગ-અલગ મંત્રીઓ સાથે બેઠક યોજાઇ
SHARE









"રણ સરોવર" યોજના પર પાટીદાર રત્ન જયસુખભાઇની દિલ્હી ખાતે અલગ-અલગ મંત્રીઓ સાથે બેઠક યોજાઇ
કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે જ થશે જો યોજના બધ પાણીનો સંગ્રહ નહીં કરીએ તો આવનારી પેઢીઓએ પાણી માટે તરફડિયા મારવા પડશે તેમાં કોઈ બેમત નથી ત્યારે "રણ સરોવર" યોજના લાખો લોકોના હીત સાથે જોડાયેલ કલ્યાણકારી યોજના છે. જેથી કરીને "રણ સરોવર" યોજના પર પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલે દિલ્હી ખાતે અલગ-અલગ મંત્રીઓ સાથે બેઠક કરી હતી
સરકાર તરફથી અપાતા પોઝીટીવ અને સન્માંનીય એપ્રોચના ભાગરૂપે અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલની દિલ્હી ખાતે તા. ૧૮-૦૨-૨૦૨૨ અને તા. ૨૧-૦૨-૨૦૨૨ ના રોજ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા, ગજેન્દ્રસિંહ સેખાવત, પુરૂષોત્તમ રૂપાલા અને મહેન્દ્ર મુંજપરા તથા રાજ્યસભાના સંસદ સભ્ય જુગલસિંહ લોખંડવાલા સાથે મીટીંગ યોજવામાં આવેલ હતી. આ મીટીંગ માં "રણ સરોવર" અંગે ઉચ્ચ અધીકારીઓની હાજરીમાં ઉંડાણ પૂર્વક ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને સરકાર તરફથી દરેક બાબતે પોઝીટીવ વ્યુહ આપવામાં આવ્યા હતા.
જેને વેરાન વગડામાં પણ પાણી દેખાયુ અને તે પણ કદાચ એશીયાનું સૌથી મોટુ મીઠા પાણી નું સરોવર બને તેટલું. નર્મદા ડેમ સમાન “રણ સરોવર"ના અદભુત અને લોક કલ્યાણક વિચારને નરેન્દ્ર મોદી, અમીત શાહ તેમજ દેશના ઘણા તજજ્ઞો ઉચ્ચ પદાધીકારીઓએ હંમેશા સન્માન અને સર્મથન આપ્યું છે. આ વિશાળ કલ્પનાને વાસ્તવીક સ્વરૂપ આપવા માટે સમય લાગેએ ખુબજ સ્વભાવીક છે ગુજરાતમાં ૫૦૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું કચ્છનું નાનું રણ જોવામાં તો ઉજ્જડ જમીન છે, પરંતુ અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો અને ગુજરાતના પાટીદાર રત્ન એવા સામાજિક કાર્યકર જયસુખભાઈ પટેલની નજરે જોશો અને સમજશો તો તેના અનેક ફાયદાઓ જાણવા મળશે અને ત્યારબાદ તમે જ કહેશો કે આ કુદરતની અમૂલ્ય ભેટથી કંઇ ઓછું નથી.
દરિયાની સપાટીથી ૩-૪ ફૂટ ઉપર સ્થિત ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાંથી અનેક નદીઓનું પાણી અહીં એકત્ર થાય છે અને કુદરતી રીતેજ રણમાં સરોવર બને છે. પરંતુ ધીરે ધીરે આ મીઠું પાણી ખારું બની જાય છે, કારણ કે તેમાં દરિયાનું પાણી ભળી જાય છે. વાસ્તવમાં આ આખી જમીન અરબી સમુદ્ર સાથે જોડાયેલ હડકિયા કીર્ક સાથે જોડાયેલી છે. જ્યારે જ્યારે દરિયામાં ભરતી આવે છે, ત્યારે દરિયાનું ખારું પાણી ૫૦ કિલોમીટર સુધી આ મીઠા પાણીના સરોવરમાં ભળી જાય છે અને પછી વરસાદનું એકઠું થયેલું તમામ મીઠું પાણી ખારું થઈ જાય છે અને ધીમે ધીમે આ કિંમતી પાણી દરિયામાં વહી જાય છે. પાણીનો કેટલોક અંશ જમીનમાં ઉતરી જાય છે અને બાકી રહેલુ પાણી બાષ્પીભવન થઇ સુકાઈ જાય છે અને બાદમાં આ જમીન ઉજ્જડ બની જાય છે.
આ સમગ્ર જમીન પર વિવિધ સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો સાથે વર્ષો સુધી સંશોધન કર્યા બાદ જયસુખભાઈ એક નિષ્કર્ષ પર આવ્યા અને એક એવુ સ્વપ્ન જોયું કે, આ ઉજ્જડ જમીનને ગ્રીન બેલ્ટમાં પરિવર્તિત કરી શકાય છે, કચ્છના નાના રણમાં એકત્ર થતું આ મીઠા પાણીના સરોવરમાં દરિયાના ખારા પાણીને જતા રોકવામાં આવે તો અહીં નર્મદા ડેમ જેટલો વિશાળ પાણીનો જથ્થો સ્ટોર થઇ શકે અને એશિયાનું સૌથી મોટુ મીઠા પાણીનું સરોવર બની શકે છે. ગુજરાતનો સૌથી પછાત વર્ગ એવા અગરિયા કામદાર જે કચ્છના નાના રણમાં મીઠાની ખેતી કરે છે. આ લોકોની ખરાબ સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમની રોજની આવક ખુબજ નજીવી છે. આ એવા કામદારો છે કે, જેઓ નાના રણમાં છેલ્લા ૫૦ વર્ષથી પ્રાથમિક સુવિધાઓ વિના જીવન જીવી રહ્યા છે.
આવી સ્થિતિમાં રણ સરોવર પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ સરકાર તરફથી અગરિયાઓને ખેતી માટે જમીન મત્સ્યઉદ્યોગ તેમજ પર્યટનના વિશેષ અધિકાર આપવામાં આવે તો તેમની આવકમાં ૬ થી ૭ ગણો વધારો થશે અને ભોજનની સાથે શ્રેષ્ઠ શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ પણ મેળવી શકશે કોઈપણ પ્રકારના ટેકનીકલ ચેલેન્જ વગર માત્ર રૂ. ૨૦૦ થી ૩૦૦ કરોડના ખર્ચે આશરે એકથી દોઢ વર્ષના સમયમાં જ આ વેડફાઈ જતા પાણીને રોકી શકાય તેમ છે. તેમજ રણ સરોવર કુદરતી રીતે હાથની હથેળી જેવો આકાર ધરાવે છે રણ સરોવરમાં સ્ટોર કરેલ પાણીની ઊંડાઈ આશરે ૪ મીટર થી વધારે નહિ હોવાથી આ પાણીમાં ફોર્સ કે તાકાત નહિ હોય તેથી વાવાઝોડું, ભૂકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો આવે તો પણ આ પાણી કોઈને પણ નુકશાન કાર્ય વગર દરિયામાં વહી જશે જો આ પ્રોજેકટને વહેલી તકે મંજૂરી મળે તો એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ગુજરાતને મળશે. અને એકંદરે રણ સરોવર બનશે તો માનવતાની દૃષ્ટિએ એક વરદાન સાબિત થશે અને ભવિષ્યમાં ભારતનું નામ વિશ્વ મંચ પર ગર્વથી લેવામાં આવશે.
