મોરબીના પત્રકાર મિત્રોની લાગણી દુભાવવાનો અમારો કોઈ ઇરાદો ન હતો, દિલગીરી છીએ: જિલ્લા ભાજપ
સાંતલપુરના એન.ડી.પી.એસ.ના ગુન્હા અને હથીયારના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ ઝડપાયા
SHARE









સાંતલપુરના એન.ડી.પી.એસ.ના ગુન્હા અને હથીયારના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ ઝડપાયા
મોરબી એસ.ઓ.જી.ની ટીમે સાંતલપુરના એન.ડી.પી.એસ.ના ગુન્હા અને હથીયારના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે અને સબંધિત પોલીસ સ્ટેશનને આરોપી સોપી આપવામાં આવેલ છે
મોરબી એસ.ઓ.જી.ના પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ પી.જી.પનારા અને ટિમ કામ કરી રહી છે ત્યારે એ.ટી.એસ. અમદાવાદ તરફથી સુચના મળેલ હતી કે, સાંતલપુરના એન.ડી.પી.એસ. ના ગુનામાં પકડેલ એમ.ડી.ડ્રગ્સ કેસમાં મોરબીમાં રહેતા આરોપીઓના નામો ખુલવા પામેલ છે અને આરોપી સાજીદ અજીગ્ભાઇ બ્લોચ વાળો મોરબી સીટી એ ડીવી પોસ્ટેમાં હથીયારના ગુન્હામાં પકડવાનો બાકી હતો જેથી આ કામના આરોપીઓ અસલમ સલીમભાઇ ચાનીયા સંધી (ઉ.૩૮) રહે. કાલીકા પ્લોટ શેરી નં -૨ ઇન્ડીયા પાન પાસે અને યુનુશ ઉર્ફે સંદેશ કાસમભાઇ દલવાણી જાતે સંધી (ઉ.૪૫) રહે. કાલીકા પ્લોટ ભવાની સોડા વાળી શેરીમાં વાળાને ઉપરોક્ત ગુન્હાના કામે સીઆરપીસી કલમ ૪૧(૧) (આઇ) મુજબ પકડીને સાંતલપુર પોલીસને સોપવામાં આવેલ છે તેમજ હથીયારના ગુનામાં અન્ય એક આરોપી સાજીદ અજીઝભાઇ બ્લોચ મકરાણી (ઉ.૫૦) રહે.ચંદ્રપુર ગામ પાણીના ટાંકા પાસે તાલુકો વાંકાનેર વાળો જે અત્રે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧-બી) એ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબના કામે અટક કરવાનો બાકી હોય તેને પકડેલ છે
