મોરબીના લાલપર નજીક કારખાનામાં કન્વે માથા ઉપર પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા આધેડનું મોત
SHARE









માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા આધેડનું મોત
માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલા આધેડને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેને ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના કાકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટિયા પાસેથી જામનગર હાઇવે તરફ જતા રોડ ઉપર કાંતિભાઈ દેવજીભાઈ મુછડીયા (ઉંમર ૫૦) જતાં હતા ત્યારે તેઓને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાના કારણે કાંતિભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં માળીયા પોલીસ દ્વારા મૃતકના કાકા સોઢુંભાઈ ભીમાભાઇ મુછડિયા (ઉમર ૫૫) રહે પીપળીયા વાળાની ફરિયાદ લઈને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ સીરામીક પાસેથી પસાર થતી રિક્ષાને પાછળથી અજાણ્યા ટ્રક ચાલકે નીચી માંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપર હડફેટે લીધી હતી ત્યારે આ રીક્ષામાં બેઠેલ પેસેન્જર નરેન્દ્રસિંહને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી અને રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત કરીને ટ્રક ચાલક પોતાની ટ્રક લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને અકસ્માતના બનાવમાં ઝાલાભાઈ ચંદુભાઇ રાઠોડ (ઉમર ૪૩) રહે. ગાયત્રીનગર સોસાયટી હનુમાનજી મંદિરની સામે જૂની સમર્પણ હોસ્પિટલ પાછળ મોરબી વાળાએ અજાણ્યા ટ્રક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે જરૂરી છે
